fbpx
બોલિવૂડ

રણબીર કપૂરને સૌથી મોટું ટેન્શન, જ્યારે મારી દીકરી ૨૦ વર્ષની હશે ત્યારે….

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં જ માતા-પિતા બની રહ્યા છે. ૬ નવેમ્બરે આલિયાએ દીકરીને જન્મ આપ્યો હતો. તેણીએ પોતાની દીકરીનું નામ રાહા રાખ્યુ છે. આલિયાએ એક પોસ્ટ લખીને તેની જાણકારી આપી હતી. દીકરીના જન્મ બાદ રણબીર કપૂરને ચિંતા થઈ રહી છે કે તે ૬૦ની ઉંમરમાં તેની દીકરી સાથે ફૂટબૉલ રમી શકશે કે તેની સાથે દોડી શકશે. તે આને પોતાની સૌથી મોટી ઇનસિક્યોરિટી જણાવી રહ્યો છે. રણબીર કહે છે કે, ‘મારી સૌથી મોટી ઇનસિક્યોરિટી છે કે જ્યારે માકી દીકરી ૨૦ કે ૨૧ વર્ષની થશે ત્યારે હું ૬૦ વર્ષનો થઈ જઈશ. શું હું તેની સાથે ત્યારે ફૂટબૉલ રમી શકીશ? શું હું ત્યારે તેની સાથે દોડી શકીશ?’ આલિયાએ આ વર્ષે જૂનમાં પોતાની પ્રેગ્નેન્સીનું એલાન કર્યુ હતું.

કપલે ૧૪ એપ્રિલ ૨૦૨૨એ લગ્ન કર્યા હતા. લગ્નની વિધી રણબીરે મુંબઈ સ્થિત ઘરમાં ખૂબ જ ખાનગી રીતે કરી હતી. રણબીર અને આલિયા હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ ૧ શિવા’માં જાેવા મળ્યા હતાં. ફિલ્મનું ડિરેક્શન અયાન મુખર્જીએ કર્યુ હતું. ફિલ્મના અન્ય કલાકારોએ અમિતાભ બચ્ચન, નાગાર્જૂન અને મૌની રૉય લીડ રોલમાં હતાં. રણબીરની આવનારી ફિલ્મ લવ રંજનની સાથે છે. તેમાં તેની સામે શ્રદ્ધા કપૂર છે. હાલ આ ફિલ્મનું નામ નક્કી કરવામાં નથી આવ્યુ. તેની સિવાય રણબીર પાસે ફિલ્મ ‘એનિમલ’ પણ છે.

Follow Me:

Related Posts