fbpx
બોલિવૂડ

રણબીર કપૂર આલિયા ભટ્ટને કિંમતી ગિફ્ટ આપશે

રણબીર કપૂર લેડી લવને ૮ ડાયમંડ્‌સથી બનેલી રિંગ ગિફ્ટમાં આપવાનો છે. રણબીર કપૂરનો લકી નંબર ૮ છે. ડાયમંડ્‌સ રણબીર કપૂરે જાતે પસંદ કર્યા છે. રણબીરે ઇન્ટરનેશનલ બ્રાન્ડ વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ પાસે આ રિંગ બનાવી છે. રણબીરના નિકટના મિત્રે કહ્યું હતું કે એક્ટરે આલિયા માટે કસ્ટમ મેડ રિંગ તૈયાર કરાવી છે. આ રિંગ લંડનના સ્ટોરમાં બની છે. રણબીરે જાતે ડાયમંડની પસંદગી કરી છે. ઉલ્લેખનીય છે કે વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ બ્રાન્ડ પેરિસની છે. ૧૮૯૬માં આ બ્રાન્ડની સ્થાપના થઈ હતી. રણબીર-આલિયા બે વેડિંગ રિસેપ્શન આપશે.

પહેલું રિસેપ્શન ૧૬ એપ્રિલ તથા બીજું રિસેપ્શન ૧૭ એપ્રિલના રોજ હશે. લગ્નમાં માત્ર ૨૮ મહેમાનો આવવાના હોવાથી રિસેપ્શનમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. વેડિંગ રિસેપ્શન લિસ્ટમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, વિકી કૌશલ, કેટરીના કૈફ, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા, અયાન મુખર્જી, આદિત્ય રોય કપૂર, અર્જુન કપૂર, કરન જાેહર, વરુણ ધવન, ભટ્ટ તથા કપૂર પરિવારના તમામ સભ્યો પણ સામેલ છે.બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના પ્રી વેડિંગ ફંક્શન ૧૩ એપ્રિલથી શરૂ થઈ ગયા છે. બંને ૨૮ મહેમાનોની હાજરીમાં લગ્ન કરશે. રણબીર કપૂર પોતાની ભાવિ પત્નીને સ્પેશિયલ ગિફ્ટ આપવાનો છે.

Follow Me:

Related Posts