રણબીર કપૂર ચેરિટી માટે તેની વોર્ડરોબ આઈટમ ડોનેટ કરશે
આલિયા ભટ્ટે અનાઉન્સ કર્યું છે કે તેનો બોયફ્રેન્ડ રણબીર કપૂર તેના વોર્ડરોબનો સામાન ચેરિટી માટે ડોનેટ કરી રહ્યો છે. આ વોર્ડરોબ આઇટમ્સથી જે કમાણી થશે તે કેન્સર સામે લડી રહેલા બાળકોના ન્યુટ્રિશનલ ફૂડ પાછળ ખર્ચ થશે. આ કામ માટે આલિયાનું ઓર્ગેનાઇઝેશન કો-એક્ઝિસ્ટ હેલ્પ કરશે. આ વાતની જાણકારી આલિયાએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે. રણબીરનો ફોટો શેર કરીને આલિયા લખે છે, ટડા, રણબીર તમારી સાથે વોર્ડરોબ શેર કરી રહ્યો છે.
ત્યારબાદ કેન્સર સામે લડતા બાળકોને જરૂરી પોષણ આપવા માટે આગળ કામ કરવામાં આવશે. આ કામમાં કડલ્સ ફાઉન્ડેશન મદદ કરશે. વર્ષ ૨૦૧૭માં આલિયાએ એક ઇકોલોજિકલ પહેલ કો-એક્ઝિસ્ટ શરૂ કરી હતી. આ પ્રાણીઓ અને ઇકોલોજિકલ મુદ્દે કામ કરે છે. આ પહેલનો હેતુ કમ્યુનિટીઝને એક એવા ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવાનો છે જ્યાં માણસ અને નેચરની હાર્મની કાયમ રહી શકે.
રણબીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જાે કોરોના મહામારી આપણા જીવનમાં ન આવી હોત તો આ ડીલ સીલ થઇ ગઈ હોત. જાેકે તેણે કઈ ન કહીને આને જિન્ક્સ બનવાથી અટકાવી દીધું. રણબીરે કહ્યું હતું કે, હું મારી લાઈફમાં ટૂંક સમયમાં તે ગોલ પર ટિક કરવા માગું છું. આલિયા અને રણબીર પહેલીવાર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં મોટા પડદે એકસાથે દેખાશે.
Recent Comments