બોલિવૂડ

રણબીર-બોબીએ ૮ દિવસ રિહર્સલ બાદ ફાઈટ સીનનું શૂટિંગ કર્યું

બોબી દેઓલની કરિયર સફળતાના માર્ગે આગળ વધી રહી છે. વર્ષો સુધી બોબી દેઓલને નવા પ્રોજેક્ટ મળ્યા ન હતા. રેસ ૩ અને વેબ સિરીઝ આશ્રમ બાદ બોબીને ‘એનિમલ’માં મોટો રોલ મળ્યો છે. ફિલ્મમાં બોબી દેઓલ અને રણબીર કપૂર વચ્ચે એક્શન સીન્સ નક્કી થયા હતા. રનવે પર એક્શન સીક્વન્સનું શૂટિંગ ઈંગ્લેન્ડમાં થવાનું હતું. આ સીનને પરફેક્ટ બનાવવા માટે બોબી અને રણબીરે ૮ દિવસ સુધી મુંબઈમાં રિહર્સલ કરી હતી.. બોબી દેઓલે એક ઈન્ટરવ્યૂ રણબીર કપૂરના વખાણ કરતાં કહ્યું હતું કે, સુપર સ્ટાર હોવા છતાં રણબીર દરેક સ્થળે ફિલ્મ પ્રમોશન માટે સાથે લઈ જાય છે. સામાન્ય રીતે દરેકને લાઈમલાઈટમાં રહેવાની ઈચ્છા હોય છે. તેથી રણબીર જેવું કોઈ કરી શકે નહીં. વળી, રણબીર ખૂબ આદર પણ આપે છે. રણબીર અને પોતાની વચ્ચેની સમાનતા અંગે વાત કરતાં બોબી દેઓલે જણાવ્યુ હતું કે, અમે બંને ફેમિલિ ઓરિએન્ટેડ છીએ અને ફિલ્મી ફેમિલીમાંથી આવીએ છીએ.. રણબીર સાથે રનવે પર ફાઈઠસીક્વન્સના શૂટિંગ અંગે વાત કરતાં બોબીએ જણાવ્યુ હતું કે, લંડન રવાના થતા પહેલાં અમે ૭-૮ દિવસ મુંબઈમાં રિહર્સલ કરી હતી. આ રિહર્સલ ખૂબ જરૂરી હતા, કારણ કે ફિલ્મમેકર્સ આ ફાઈટ સીનને નેચરલ બનાવવા માગતા હતા. વળી, ઈંગ્લેન્ડમાં ખૂબ ઠંડી છે. આવી ઠંડીમાં ફાઈટ કરવાનું અને નીચે પડવાનું અઘરુ હતું. જાે કે આ સીન અપેક્ષા મુજબનો શૂટ થયો અને સમગ્ર યુનિટે અભિનંદન આપ્યા હતા.

Related Posts