આલિયા તાજેતરમાં જ તેના નવા ઘરનું કામ જાેવા મુંબઈ આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ આલિયા રણબીર સાથે ત્યાં રહી શકે છે. તમને જણાવી દઈએ કે રણબીર અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જાેવા મળવાના છે. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર મોટા પડદા પર સાથે જાેવા મળશે.રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ખુબ સમયથી રિલેશનશિપમાં છે. બંનેનું રિલેશન હવે કોઈનાથી છુપાયેલ નથી. બંને સાથે ફેમિલી ફંક્શન અને વેકેશન પર જાય છે. ઘણા સમયથી બંનેના લગ્નની ખબર આવતી રહે છે, પરંતુ દરેક વખત અફવા જ ગણાવે છે. પરંતુ હવે રવિવારે રણવીર અને આલિયાને જાેધપુરમાં સ્પોટ કરવામાં આવ્યા છે. બંનેની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ફોટોના વાયરલ થવા સાથે કહેવામાં આવી રહ્યું છે કે રણબીર અને આલિયા પોતાનું વેડિંગ વેન્યુ જાેવા માટે આવ્યા હતા. હવે આ ખબર કેટલી સાચી છે અને કેટલી ખોટી તે તો એક્ટર્સ જ કહી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આલિયા રણબીર કપૂરનો જન્મદિવસ અહીં ઉજવી શકે છે. ખરેખર, ૨૮ સપ્ટેમ્બર રણબીરનો જન્મદિવસ છે, તેથી શક્ય છે કે તે બંને અહીં એકબીજા સાથે ક્વોલિટી સમય પસાર કરે. તમને જણાવી દઈએ કે રણબીર કપૂરે પોતે થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન કબૂલ્યું હતું કે જાે કોવિડ ન હોત તો તેણે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરી લીધા હોત. જાેકે આલિયા હંમેશા લગ્નના સમાચાર પર પ્રતિક્રિયા આપવાનું ટાળે છે.
રણવીર કપૂર અને આલિયા ભટ્ટ જાેધપુર સાથે જાેવા મળ્યા…

Recent Comments