fbpx
ગુજરાત

રણાવાડા ગામમાં ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફે મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આરોગ્યની તાત્કાલિક સુવિધા પૂરી પાડતી ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફની કામગીરી ખરેખર પ્રશંસનીય અને કાબિલે તારીફ બની રહી છે. ત્યારે ગઈકાલે રવિવારની મોડી રાત્રે પ્રસવ પીડા ભોગવી રહેલાં સમી તાલુકાના રણાવાડાનાં ઠાકોર સંગીતાબેન વિકમજી નામનાં મહિલાને પ્રસવ પીડા ઉપડતા પરિવારજનો દ્વારા સમીની ૧૦૮ સેવાને જાણ કરાઈ હતી. ૧૦૮ એમબ્યુલન્સના ઇએમટી ધિરેન્દ્ર અને પાયલોટ સન્ની પરમારે તાત્કાલિક પહોંચી જઈ મહિલાને હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

પરંતુ મહિલાને લઈને હોસ્પિટલ પહોંચે તેવી પરિસ્થિતિ ન હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ ઈએમટી દ્વારા મહિલાની નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. આમ તાત્કાલિક સંજાેગોમાં બેબીને જન્મ અપાવી મહિલાને પ્રસવ પીડામાંથી મુક્ત કરતાં મહિલાના પરિવારજનો સહિત રણાવાડાનાં ગ્રામજનોએ ૧૦૮ સ્ટાફ પરિવારની આરોગ્ય સેવાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતોપાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામની ગર્ભવતી મહિલાની ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં જ સ્ટાફ દ્વારા ગઈકાલે રવિવારની મોડી રાતે પ્રસૃતિ કરાવવામાં આવી હતી. સ્ટાફે એમ્બ્યુલન્સ વાનમાં જ મહિલાને પ્રસવ પીડામાંથી મુક્ત કરતા પરિવારજનોએ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts