fbpx
રાષ્ટ્રીય

રતન ટાટાની કંપનીના ૩૦૦૦ કરોડ રૂપિયા સામે દેશવાસીઓએ આપી દીધા ૧ લાખ કરોડ રૂપિયા

દેશમાં વિશ્વાસનું બીજુ નામ રતન ટાટા કહેવાય છે. લગભગ ૨૦ વર્ષ બાદ ટાટા ગ્રુપની કોઈ કંપનીનો આઈપીઓ આવ્યો છે. જેને માર્કેટમાં ધમાલ મચાવી દીધી છે. જેટલો રોકાણકારનો પ્રેમ રતન ટાટાના નામ પર ટાટા ટેકને મળી રહ્યો છે, તેટલો કોઈ કંપનીને ભાગ્યે જ મળ્યો હશે. ખાસ વાત એ છે કે આ આઈપીઓ પર લોકોએ ૧ લાખ કરોડ રૂપિયા દાવ પર લગાવ્યા છે. હવે જાેવાનું એ રહેશે કે કોને કેટલા શેર મળે છે.. તમને જણાવી દઈએ કે આજે ટાટા ટેકના આઈપીઓનો છેલ્લો દિવસ હતો. ૫ વાગ્યા સુધીમાં કંપનીનો આઈપીઓ લગભગ ૭૦ ગણો સબ્સક્રાઈબ થઈ ચૂક્યો છે. ટાટા ટેકનો આઈપીઓ ૩૦૦૦ કરોડ રૂપિયા છે. જ્યારે આ આઈપીઓ પર લોકોએ મોટા પ્રમાણમાં પૈસા લગાવ્યા છે.

૩ હજાર કરોડ રૂપિયાના આઈપીઓ માટે રોકાણકારોએ ૧ લાખ કરોડ રૂપિયા દાવ પર લગાવ્યા છે. આ આઈપીઓની ઈશ્યુ પ્રાઈસ ૪૮૫ રૂપિયાથી ૫૦૦ રૂપિયા છે.. આ આઈપીઓની મોટી ડિમાન્ડના કારણે સંસ્થાકીય રોકાણકારો તરફથી ૬૬૦૦૦ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા છે. તેનો મતલબ છે કે કંપની આઈપીઓમાં સૌથી વધારે સબ્સક્રિપ્શન ક્યૂઆઈબીથી મળ્યુ છે, તેમને ૨૦૩ ગણો સબ્સક્રાઈબ કર્યો છે. જે પ્રકારે આ કંપનીનો આઈપીઓ બ્લોકબસ્ટર સાબિત થયો છે. તે રીતે કંપનીનું લિસ્ટિંગ પણ ધમાકેદાર થઈ શકે છે.. જાણકારોની મત મુજબ કંપનીનો શેર ૮૦ ટકાથી વધારેના પ્રીમિયમ પર ખુલી શકે છે. જાે એવું થયુ તો કંપનીના શેરનો ભાવ લિસ્ટિંગ દરમિયાન ૯૦૦ રૂપિયાથી વધારે જઈ શકે છે.

જાે કે નોન લિસ્ટિંગ કંપનીઓમાં આ કંપનીના શેરની ડિમાન્ડ સૌથી વધારે જાેવા મળી રહી છે. ગ્રે માર્કેટ પ્રિમિયમ ૯૦૦ રૂપિયાથી વધારેનું જણાવવામાં આવી રહ્યું છે.. જાણકારોના મત મુજબ કંપનીના શેર ૧૦૦૦ રૂપિયા પર પણ લિસ્ટ થઈ શકે છે. ટાટા સિવાય બીજી કંપનીઓના આઈપીઓ પણ આવ્યા છે. જેમને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ટાટા ટેક્નોલોજી માટે કુલ સબ્સક્રિપ્શન અત્યાર સુધી લગભગ ૭૦ ઘણુ છે. ઈરડા આઈપીઓ, જે ગઈકાલે બંધ થયો, તેમાં ૩૯ ઘણુ સબ્સક્રિપ્શન જાેવા મળ્યું. ગાંધાર ઓઈલની ઓફર ૬૪ ઘણી બુક કરવામાં આવી. ફ્લેયર રાઈટિંગને ઓફરની તુલનામાં ૪૭ ગણુ સબ્સક્રિપ્શન મળી ચૂક્યુ છે.

Follow Me:

Related Posts