fbpx
રાષ્ટ્રીય

રતન ટાટા સહિત 3ને PM Cares ફંડના ટ્રસ્ટી બનાવાયા, PMની અધ્યક્ષતામાં નિર્ણય

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કે.ટી.થોમસ અને પૂર્વ ઉપ-લોકસભાપતિ કરિયા મુંડાને PM Cares ફંડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. PM કાર્યાલયે આ સંબંધમાં એક નિવેદન જાહેર કરીને આની સ્પષ્ટતા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે PM Cares ફંડના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની સાથે બેઠક કરી હતી.

એડવાઇઝરી બોર્ડના ગઠન માટે અન્ય દિગ્ગજોને શામેલ કરાયા

આ બેઠક ટ્રસ્ટના સભ્યોને મળીને PM Cares ફંડના એડવાઇઝરી બોર્ડનું ગઠન કરવા માટે પણ અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓને શામેલ કરવામાં આવ્યા. આ લોકોમાં ભારતના પૂર્વ કૈગ રાજીવ મેહઋષી, ઈન્ફોસીસ ફાઉન્ડેશનના પૂર્વ ચેરમેન સુધા મૂર્તિ અને ઇન્ડિયા કોર્પ્સ અને પિરામલ ફાઉન્ડેશનના પૂર્વ CEO આનંદ શાહ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ શામેલ હતા, આ બંને PM Cares ફંડના ટ્રસ્ટી છે. આ જ બેઠકમાં રતન ટાટા, કે.ટી.થોમસ અને કરિયા મુંડાને ફંડના નવા ટ્રસ્ટી તરીકે શામેલ કરવામાં આવ્યા છે.

શું કહ્યું વડાપ્રધાન મોદીએ?

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘નવા ટ્રસ્ટી અને એડવાઇઝર્સના જોડાવવાથી PM Cares ફંડના કામ પર વ્યાપક દૃષ્ટિકોણ મળશે. આ લોકોના સાર્વજનિક જીવનના અનુભવ આ ટ્રસ્ટને સાર્વજનિક જરૂરિયાતો માટે હજુ વધારે જવાબદાર બનવામાં મદદ કરશે.’આ ફંડની સ્થાપના કોવિડ-19ના મહામારીની શરૂઆત થોડા દિવસો પછી કરવામાં આવી હતી. આ ફંડની શરૂઆત મહામારીના કારણે નિર્માણ થયેલી કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં મદદ પ્રદાન કરવા માટે અને પ્રભાવિત લોકોને સહાયતા પ્રદાન કરવામાં માટે કરવામાં આવી છે. આ ફંડમાં કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા સ્વૈચ્છિક રૂપથી દાન કરી શકાય છે. આમાં કરવામાં આવેલા ડોનેશન પર તમે ટેક્સ છૂટ પણ ક્લેમ કરી શકો છો. નાણાકીય વર્ષ 2020-21મા PM Cares ફંડમાં અંદાજે 7032 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts