કતારગામમાં રત્નકલાકારના ૫ ક્રેડિટ કાર્ડથી પાડોશીએ ૧૩ લાખ ચાઉં કરતાં મામલો ચોકબજાર પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે જણાવ્યું કે, રત્નકલાકાર નરેન્દ્ર કળસરીયાને ફલેટના હપ્તા ભરવાના બાકી હોવાથી તેમણે પડોશી યોગેશ પાસે રૂપિયા માંગ્યા હતા. તો યોગેશે તેની પાસે અલગ અલગ બેંકના ૫ ક્રેડિટ કાર્ડ લેવડાવ્યા હતા. જાે કે, યોગેશને ધંધાકીય કામ માટે નાણાની જરૂર પડતાં તેણે રત્નકલાકાર પાસેથી આ ક્રેડિટ કાર્ડ લઈ લીધા હતા અને ઈન્ડસનબેંકના ક્રેડિટ કાર્ડ પર ૩.૧૫ લાખ, એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ પર ૫૩૮૬૬, ટાટા બેંકના ક્રેડિટ કાર્ડ પર ૧.૧૧ લાખ, પોસ્ટ-પે ક્રેડિટકાર્ડ પર ૧.૦૪ લાખ અને સ્લાઇસ બેંકના ક્રેડિટ કાર્ડ પર ૨.૮૮ લાખ મળીને કુલ રૂ.૧૨.૬૩ લાખની ખરીદી કરી નાંખી હતી તથા લોન લઈ લીધી હતી. જાે કે, તેણે આમાંથી એકપણ રૂપિયો ન ભરતાં રત્નકલાકારના ઘરે બેંકના કર્મીઓ આવી ગયા હતા, જેથી ભાંડો ફુટી ગયો હતો. હાલમાં ઠગ યોગેશ પત્ની સાથે ઘર બંધ કરીને ક્યાંક ભાગી છૂટ્યો છે અને તેમના મોબાઇલ ફોન પણ સ્વિચ્ડ ઓફ આવી રહ્યા છે. રત્નકલાકારની પત્ની ચેતના કળસરીયાએ ફરિયાદ આપતાં પોલીસે પડોશી યોગેશ મનસુખ ટાંક (રહે, કોઝવે રોડ) સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.
રત્નકલાકારના ૫ ક્રેડિટ કાર્ડથી પાડોશીએ ૧૩ લાખ ઠગાઈ કરાઈ

Recent Comments