રત્ના પાઠક શાહે કરવા ચોથ અંધવિશ્વાસ છે તેવા નિવેદનથી ટ્રોલ થઈ
બોલિવૂડના દિગ્ગજ એક્ટર નસીરુદ્દીન શાહની પત્ની અને એક્ટ્રેસ રત્ના પાઠક શાહએ હિન્દુ તહેવારને લઈને એવું નિવેદન આપ્યું છે કે, જેના કારણે વિવાદ થઈ ગયો છે. એક્ટ્રેસે કરવા ચોથના તહેવારને અંધવિશ્વાસ અને રૂઢિચુસ્તતા ગણાવીને તેને મનાવતી મહિલાઓની મજાક ઉડાવી છે. રત્ના પાઠકના આ નિવેદનનો વિરોધ કરતા સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. રત્ના પાઠક શાહે પિંકવિલા સાથે વાતચીત કરતા કહ્યું કે, કોઈએ તેમને ગયા વર્ષે પૂછ્યું હતું કે તેઓ કરવા ચોથ પર પતિની સલામતી માટે વ્રત રાખે છે કે નહીં.
આ પર તેમને કહ્યું, શું હું પાગલ છું, આવું કોણ કરે? રત્ના પાઠકે વધુમાં કહ્યું, શું આ અંધશ્રદ્ધા નથી કે ભણેલી ગણેલી આધુનિક મહિલાઓ પણ કરવા ચોથ કરે છે. તેઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે, જેનાથી તેમને વિધવા થવાનો ડર નથી સતાવતો. શું ભારતીય સંદર્ભમાં એક વિધવા માટે આ એક ભયાનક સ્થિતિ નથી. શું મારે તે બધું કરવું જાેઈએ, જે મને વિધવાથી દૂર રાખે, મને આશ્ચર્ય થાય છે. ૧૨મી સદીમાં પણ અમે આ રીતે વાત કરી રહ્યા છીએ? આશ્ચર્યની વાત એ છે કે શિક્ષિત મહિલાઓ પણ આવું જ કરી રહી છે.
દરેક મુદા પર રત્ના પાઠક પોતાનું નિવેદન એકદમ નિખાલસતાથી આપે છે અને આ વખતે પણ તેમને સમજ્યા વિચાર્યા વગર પોતાના વિચારોને વ્યક્ત કર્યા. જેના પછી લોકોએ તેમની વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. રત્ના પાઠકએ પોતાના આ ઈન્ટરવ્યુમાં વધુ જણાવ્યું કે, ભારત એક રૂઢિચુસ્ત સમાજ બની રહ્યો છે. એવું લાગે છે કે આવનાર દિવસોમાં આપણો દેશ સાઉદી અરબ બની જશે. સાઉદી અરબમાં મહિલાઓની કેવી સ્થિતિ છે, શું આપણે સાઉદી અરબની જેમ બનવા માગીએ છીએ.
Recent Comments