fbpx
ભાવનગર

રથયાત્રાનાં સમગ્ર રૂટ પર ૧૨૫ જેટલી ઇન્સ્ટન્ટ રંગોળીનું નિર્માણ કરતો શાહ પરિવાર

આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમાન ભાવનગરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા વિવિધતાસભર તો છે જ હવે તે રંગબેરંગી પણ બની રહી છે. આ રથયાત્રામાં વિવિધ ફલોટ્સ તો આકર્ષણનું કેન્દ્ર બનેલાં છે જ પરંતુ તેની સાથે રૂટ પરથી રથ પસાર થાય ત્યાં આગળ તત્કાળ રંગોળી બનાવી મનોહર દ્શ્ય પણ ઉભું થઇ રહ્યું છે. રથયાત્રાના ૧૭.૫ કિલોમીટરના રૂટ પર ૨૫૦ કિલો ચિરોડીનાં ઉપયોગ થકી ૧૨૫ જેટલી ઇન્સ્ટન્ટ રંગોળી દોરવાની સેવા શ્રી શૈલેષભાઇ શાહ પરિવારનાં આઠ જેટલા સભ્યો આપી રહ્યાં છે. શાહ પરિવારનાં સભ્યશ્રી શૈલેષભાઈ પોતે ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલાં છે અને દેશના અલગ અલગ ભાગોમાં તેમનું ગૃપ રંગોળી દોરવાં માટે તેમજ ડેકોરેશન સંબંધિત કામો માટે જાય છે.

ભાવનગર ખાતે નિકળેલ ભગવાન જગન્નાથજીની ૩૯ મી રથયાત્રા માટે ભગવાનનાં વિચરણનાં માર્ગો પર શાહ પરિવાર ભગવાનની રંગબેરંગી રંગોળી પૂરીને ભગવાનની ભક્તિ કરે છે. શાહ પરિવારના સભ્યો દ્વારા છેલ્લાં ૧૫ વર્ષથી આ સેવા આપવામાં આવી રહી છે. વર્ષઃ ૨૦૦૯માં રથયાત્રા સમિતિનાં સંપર્કમાં આવ્યા બાદ સમિતિની મિટિંગમાં શ્રી શૈલેષભાઈ આ વિચાર રજૂ કર્યો હતો અને તેને અમલી બનાવી વર્ષોથી આ સેવા આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે, પોતાના જ પરિવારના નાનામાં નાના બાળક જેનીલ થી મોટામાં મોટા પોતે શૈલેષભાઈ સૌસાથે મળી આ સેવા કરી રહ્યા છે. તેઓ પોતાની કાર તેમજ ટેમ્પામાં જરૂરી સામાન લઈ સમગ્ર રૂટમાં નિર્ધારિત ૧૨૫ પોઇન્ટ પર રંગોળી બનાવવામાં આવનાર છે. આ રંગોળીઓ તૈયાર કરવા માટે ૨૫૦ કિલો જેટલી ચિરોડીનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, નાનામાં નાની રંગોળીથી લઈને સૌથી મોટી ૨૫×૨૫ ની રંગોળી તેઓ આ રથયાત્રામાં બનાવે છે. તેઓ દ્વારા સરેરાશ ૭ મિનિટમાં એક રંગોળી બનાવાય છે અને ઇન્સ્ટન્ટ રંગોળી પહિંદ વિધિ થઇ ગયાં બાદ રાત્રી સુધી રથયાત્રાનાં માર્ગો પર બનાવવામાં આવે છે.

Follow Me:

Related Posts