ગુજરાત

રથયાત્રાની નીકળશે..!! ભગવાનના રથનું સમારકામ શરુ કરાયું

કોરોનાની બીજી લહેરમાં રથયાત્રા યોજાશે કે નહિ તે અંગે હજી ર્નિણય લેવાયો નથી. ગત વર્ષે મંદિરના પ્રાંગણમાં સેવકોની હાજરીમાં રથયાત્રા કાઢવામાં આવી હતી. પરંતુ આ વર્ષે ભક્તોની લાગણી છે કે રથયાત્રા નીકળે. આ અંગે અનેક લોકોએ રથયાત્રા નીકળે તેવી માંગણી પણ કરી છે. ત્યારે

ભગવાન જગન્નાથ ની ૧૪૪ મી રથયાત્રાને લઈને અમદાવાદ જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાનના રથનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ભગવાન જે રથમાં બેસી નગરચર્યા કરવા નીકળશે તે રથનું સમારકામ શરૂ કરવામાં આવ્યુ છે. ભગવાનના રથના સમારકામની કામગીરી દર વર્ષ કરતા મોડી શરૂ કરવામાં આવી છે. દર વર્ષે અખાત્રીજે મુહૂર્ત કરી કામગીરી શરૂ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે મોડુ કામ શરૂ કરાયુ છે.

આ વર્ષે કોરોનાના કારણે ૩ મજૂરો જ કામ કરી રહ્યા છે. રથના સમારકામમાં ૫ થી ૭ દિવસ લાગશે. કેમ કે રથને ખોલી ગ્રીસ અને ઓઈલીગ કરવાનું છે. સાથે જ કલર કામ પણ કરવાનું છે. બીજી તરફ, સમારકામનું કામ પણ ખલાસી મિત્રો દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે ૧ રથ ખેંચવા માટે ૪૦૦ ખલાસી મિત્રો જાેડાય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે માત્ર ૫૦ ખલાસીઓ રથ ખેંચશે તેવી તૈયારી પણ બતાવી છે. જ્યારે બીજી તરફ ભગવાન જગન્નાથની ૧૪૪ મી રથયાત્રા નીકળશે કે નહીં તે અંગેનો કોઈ જ ર્નિણય સરકાર દ્વારા લેવાયો નથી.

Related Posts