મોરબી તાલુકાના મચ્છોનગર ગામે કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૫૦ હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પીઆઈ પી એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મચ્છોનગર (રફાળેશ્વર) ગામે સોનાટા કારખાના સામે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો.
જેમાં જુગાર રમતા બળદેવ વજાભાઇ ધરજીયા, સમીર લતીફ ભટ્ટી, ભરત લાભુભાઈ સાકલપરા, દિનેશ કરશનભાઈ મકવાણા, સંજય રણછોડભાઈ સરૈયા, વાઘજી જેરામભાઈ સુંડાણી, લાભા રૂડાભાઈ સરૈયા અને ભરત મુળજીભાઈ ભોયા એમ આઠ ઇસમોને ઝડપી લીધા હતા અને રોકડ રકમ રૂ. ૫૦ હજાર ૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જે કામગીરીમાં તાલુકા પીઆઈ પી એ દેકાવાડીયા, દિનેશભાઈ બાવળિયા, રમેશભાઈ મુંધવા, જયદીપભાઈ પટેલ, કતેનભાઈ અજાણા, દિવ્યરાજસિંહ જાડેજા, ફતેસિંહ પરમાર, પંકજભા ગુઢડા સહિતની ટીમ જાેડાઈ હતી.
Recent Comments