fbpx
અમરેલી

” રબ ને બનાદિ જોડી ” ,દોઢ ફૂટ ના દુલ્હારાજા અને બે ફૂટ ની દુલ્હન

અમરેલી જિલ્લા ના ટીમ્બિ ના દોઢ ફૂટ ની ઉંચાઈ ધરાવતા મુસ્લિમ યુવક રફીક ભાઈ મન્સૂરી ની શાદી નિકાહ બે ફૂટ ની દુલ્હન મદીના બાનુ સાથે યોજાઇ હતી જે નિકાહ જુવા આસપાસના હજારો લોકો ઉમટી પડ્યા હતા કોઈ આમંત્રણ નહિ છતાં દુલ્હા અને દુલ્હન ના નિકાહ જોવા માટે અનેક લોકો ટોળાના સ્વરૂપે ભેગા થયા હતા અનેક લોકોની હાજરીમાં અઢી ફૂટ ના દુલ્હા રફિકભાઈ અને બે ફૂટની દુલ્હન મદીના બાનુ લગ્નના તાંતણે બંધાયા હતા જેથી લોકોમાં ચર્ચા ઉઠી હતી કે રબને બનાદી જોડી…

ટીમ્બિ ના 32 વર્ષ ના યુવક રફીક મન્સૂરી કે જે પાન ની દુકાન ધરાવે છે અને તેમની હાઈટ માત્ર દોઢ ફૂટ ની છે સામાન્ય રીતે શરીરે રફીક ભાઈ ખૂબ તંદુરસ્ત છે અને પોતાના પિતા રજાક ભાઈ મન્સૂરી સાથે ફ્રીજ એસી સહિત ઇલેક્ટ્રોનિક દુકાન માં પણ મદદ કરાવે છે અને તમામ ઇલેક્ટ્રોનિક કામ બખૂદી કરે છે પરંતુ કુદરતી રીતે આ રફીક મન્સૂરી ની હાઈટ હોર્મન્સ ના કારણે વધી નથી અને માત્ર દોઢ ફૂટ ની ઊંચાઈ ધરાવે છે ત્યારે તેમના પિતા રજાક ભાઈ મન્સૂરી સાથે વાત ચીત માં જણાવે છે કે મારો પુત્ર રફીક 32 વર્ષનો છે યુવાન છે પોતે પગભર છે કમાઈ શકે તેમ છે અને પોતે પાનની દુકાન ધરાવે છે યુવાન થતો હોય અમોને ચિંતા હતી આ યુવકનું શું કરીશું લગ્ન કોની સાથે કરીશું પરંતુ એક કહેવત છે ને કે લગ્નની જોડી સ્વર્ગમાં બને છે તે સાર્થક કર્યું એમ રફીક માટે તેમની સરખી બે ફૂટ ધરાવતી મદીના બા નો ફાટસર પાસે હોય અમે કુટુંબીક વહેવાર પરી રફીક ના નિકાહ બે દિવસ પહેલા મદીના બા નો સાથે ગોઠવ્યા અને બન્નેને લગ્નગ્રંથિથી બાંધી દીધા હાલ બંને ખુશ છે અને રફીક ફરી પાછો પોતાના પાનના દુકાને બેસી રોજ ધંધો કરવા લાગ્યો છે નું ર જણાવ્યું હતું .

હાલ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ માં આ રફિકભાઈ ની શાદી ચર્ચાનો વિષય બની છે દોઢ ફૂટ ના દુહા અલગ બે ફૂટની દુલ્હન ને જોવા લોકો આસપાસથી આવે છે રબને બનાદી જોડી નો સૂત્ર સાચું થયું છે રફિકભાઈ ના મિત્ર મદની ભાઈ નાયા જણાવે છે કે હું અને રફિકભાઈ વર્ષોથી મિત્ર છીએ હાલ અમારી બંનેની ઉંમર ૩૨ વર્ષ છે રફિકભાઈ ની ઉંચાઇ કુદરતી દોઢ ફૂટની જ હોય રફિકભાઈ માટે દુલ્હન શોધવી ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું ત્રણેક વર્ષથી રફિકભાઈ માટે અમો મુસ્લિમ કોમ્યુનિટીમાં રફિકભાઈ જેવી દુલ્હન શોધતા હતા ત્યારે ગીરગઢડા ના ફાસ્ટર ગામે અમોને જાણ થઈ કે બે ફૂટની હાઈટ ધરાવતી મુસ્લિમ યુવતી ફાટસર છે અને અમે કૌટુંબિક રીતે બંનેના નિકાહ ધાર્મિક નીતિ મુજબ કરી બંનેને લગ્નના સંબંધમાં બાંધ્યા હતા હાલ રફિકભાઈ mansuri પોતાના લગ્ન જીવનથી ખુશ છે પોતાની પત્ની મદીનાબાનો ઘરમાં બધા સાથે મળીને રહે છે અને આ મન્સૂરી પરિવાર ખુશખુશાલ છે

રબ ને બનાદી જોડી

Follow Me:

Related Posts