રમત ગમત ખાતા દ્વારા વસંતોત્સવ વિષય પર ચિત્રસ્પર્ધાનું આયોજન
ગુજરાતનાં યુવાધનને યોગ તથા શારીરિક સશકત બનાવવાનાં હેતુથી રમતગમત વિભાગ દ્વારા મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ અભિયાન અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાનાં હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક, વ્હોટસપ એપ, ઈન્સ્ટાગ્રામ તથા વિડીઓ ગેઈમ્સ જેવી પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરાશે. આ યોજનાને “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેઈજ, યુ ટ્યુબ ચેનલ, રેડીઓ ક્વીઝ, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડીઓ/વિડીઓ કલીપ રજુ કરી યુવાનોને રમત ગમત પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે. જેમાં ૮ થી ૧૩ (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૦ ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે A4 સાઈઝનાં ડ્રોઈંગ પેપર પર “વસંતોત્સવ” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી ઉંમર આધાર પુરાવા (આધાર કાર્ડ/ ચૂટણી કાર્ડ/ ડ્રાઈવીંગ લાઇસન્સ/ પાન કાર્ડ) તેમજ સ્પર્ધકે કૃતિ પાછળ પોતાનું નામ સરનામું, મો.નંબર, ઈ-મેઈલ આઈ.ડી વગેરે જેવી બાબતો ઉલ્લેખ કરવાનો રહેશે. તા.૧૪/૦૨/૨૦૨૧ બપોરના ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલીને મોકલવાની રહેશે. રાજ્યકક્ષાએ આ ચિત્ર સ્પર્ધા તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ લલિતકલા અકાદમી અમદાવાદ ખાતે યોજાશે. જેમાં ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકી સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૂ.૫,૦૦૦/- પ્રોત્સાહક ઇનામ પણ અપાશે. વધુ માહિતી માહિતી માટે https://www.facebook.com/mobile2sports તેમજ યુ-ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsiROvtHpN4rKensUaz-g અથવા કચેરીના ફોન નં ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ પરથી મળી શકશે.
Recent Comments