વિકાસ ગૃહની બાળાઓ માટે શિક્ષણ,નોકરી,લગ્ન સુધીની જવાબદારી નિભાવે છે સંઘાણી.
નોકરીમા પટેલ સમાજ સહિત તમામ સમાજના લોકોને તક, ભ્રષ્ટારનુ નામ નિશાન નહિં.
રાષ્ટ્રિય સહકારી આગેવાન, પૂર્વ કેબીનેટ મંત્રી–સાંસદ અને પટેલ સમાજના સન્માનનિય નેતા દિલીપભાઈ સંઘાણીની સામાજીક અને રાજકીય પ્રતિષ્ઠાને નૂકશાન પહોચાડવાના હેતુસર વાયરલ કરવામા આવેલ વિડીયો અંગે પૂર્વ યુવક બોર્ડ સદસ્ય રમેશ શિંગાળાએ વિડીયો બનાવનાર વ્યકિત સામે ચર્ચા માટે ખુલ્લી ચેલેન્જ ફેકી છે સાથોસાથ માનહાની તળે પોલીસ ફરિયાદ દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે. શિંગાળાએ વધુમા જણાવેલ છે કે, દિલીપભાઈ સંઘાણી તમામ સમાજના શુભચિંતક છે સામાજીક, રાજકીય અને વ્યકિતગતરૂપે સમાજમા માનમરતબો ધરાવે છે તેમની પ્રતિષ્ઠાને ખરડતો વિડીયો પ્રતિષ્ઠાને હાની પહોચાડતુ પૂર્વઆયોજીત કૃત્ય છે આવા કૃત્ય સામે કડકમા કડક સજા કરવાની માંગ સાથે શિંગાળાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
રમેશ શિંગાળાએ જણાવેલ છે કે, દિલીપભાઈ સંઘાણી સાથે ૧૯૯૦ થી સંકળાયેલો છું , યુવક બોર્ડના સભ્ય તરીકે રહી ચુકયો છું સાથોસાથ પટેલ સમાજની અનેક સંસ્થાઓમા કાર્યકર્તા તરીકે દિવસ–રાત ફરજ બજાવુ છું. હું દાવા સાથે જણાવુ કે બેંકની કોઈપણ પ્રકારની ભરતીમાં સંઘાણી સાહેબ તરફથી ભ્રષ્ટાચાર આચરવામા આવેલ નથી, માત્ર પટેલ સમાજના યુવાનોને નહિં જરૂરતમંદ અન્ય સમાજના યુવાનોને પણ કર્મચારી તરીકે પસંદ કરવામા આવે છે તેવા સમયે દેશની ટોચની સહકારી સંસ્થામા પદભાર સંભાળતા શ્રી દિલીપભાઈ સંઘાણીની સામાજીક પ્રતિષ્ઠાને ઠેશ પહોચાડવાનો પ્રયાસ સાખી શકાય તેમ નથી.
શિંગાળાએ વધુમા જણાવેલ છે કે, સમાજમા જેમનું કોઈ નથી તેવી નિરાધાર દિકરીઓ કે જેમને કોઈનેકોઈ કારણોસર તરછોડાયેલ હોય તેવી દિકરીઓને મહિલા વિકાસ ગૃહમા અભ્યાસ, નિવાસ, નોકરી અને લગ્ન જીવન સુધીની જવાબદારી વ્યકિતગતરૂપે દિલીપભાઈ સંઘાણી નિભાવી રહેલ છે આવી અનેક સંસ્થાઓ છે જેમા કોઈને કોઈ જગ્યાએ તેમની સહાય અને સેવા સંસ્થાઓ મેળવી રહેલ છે. અનેક ગરિબ પરિવારોના પ્રસંગોમા ઘરના વડીલની જેમ ભૂમિકા નિભાવી છે તેવા દિલીપભાઈ અંગે ગેરસમજ ફેલાવતો વિડીયો તૈયાર કરનાર સામે ચર્ચાની ચેલેંન્જ આપી કાનુનીરાહે પોલીસ ફરિયાદ દાખલ કરવા મા આવી હોવાનું જણાવેલ છે.
( રમેશ શિંગાળા )
Recent Comments