રમેસ તૌરાણીએ કહ્યું- અમારા ૩૬૫ કર્મચારીઓએ ડોઝ લીધો, ખબર નથી કઈ વેક્સીન આપી
મુંબઈમાં સામે આવેલું નકલી વેક્સિનેશન રેકેટથી બોલિવૂડ ફિલ્મના પ્રોડ્યૂસર્સ પણ બાકાત નથી. કેટલાંક પ્રોડક્શન હાઉસના મેમ્બર્સે હાલમાં જ વેક્સીન લીધી હતી. જાેકે, તેમને ખ્યાલ નથી કે તેમણે કઈ વેક્સીન લગાવી છે. આ અંગે વાત કરતાં ફિલ્મ પ્રોડ્યૂસર તથા ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક રમેશ તૌરાણીએ કહ્યું હતું કે તેમણે પોતાના ૩૬૫ કર્મચારીઓને ૩૦ મે તથા ૩ જૂનના રોજ વેક્સીન લગાવી હતી. જાેકે, તેમને અત્યાર સુધી સર્ટિફિકેટ મળ્યું નથી.
તૌરાણીએ કહ્યું હતું, ‘અમે વેક્સિનેશન સર્ટિફિકેટની રાહ જાેઈએ છીએ. જ્યારે મારા કર્મચારીએ તેનો (એસપી ઈવેન્ટના સંજય ગુપ્તા) સંપર્ક કર્યો તો અમને કહેવામાં આવ્યું કે સર્ટિફિકેટ શનિવાર, ૧૨ જૂન સુધી મળશે. અમે પ્રતિ ડોઝ ૧૨૦૦ રૂપિયા તથા જીએસટી અલગ ચૂકવીને ૩૬૫ કર્મચારીઓનું વેક્સિનેશન કરાવ્યું છે. હવે પૈસા કરતાં વધુ ચિંતા એ વાતની છે કે અમને શું આપવામાં આવ્યું? આ અસલી કોવિશીલ્ડ હતી કે સેલાઈન વૉટર. અમને કહેવામાં આવ્યું હતું કે કોકિલાબેન હોસ્પિટલમાંથી સર્ટિફિકેટ મળશે.’
આ પ્રકારનો કેસ અન્ય એક પ્રોડક્શન હાઉસ મેચબોક્સ પિક્ચર્સ સાથે જાેડાયેલો છે. એસપી ઈવેન્ટે ૨૯ મેના રોજ આ પ્રોડક્શન હાઉસે ૧૫૦ કર્મચારી તથા ફેમિલી મેમ્બર્સને કોવિશીલ્ડનો પહેલો ડોઝ આપ્યો હતો. આ કર્મચારીઓને કોકિલાબેન હોસ્પિટલમાંથી સર્ટિફિકેટ લેવાનું કહેવામાં આવ્યું હતું. જાેકે, બે અઠવાડિયા બાદ તેમને નાણાવટી હોસ્પિટલનું સર્ટિફિકેટ મળ્યું અને તારીખ ૧૨ જૂન લખેલી હતી.
મેચબોક્સના કર્મચારીના મતે, ‘ડોઝ લીધા બાદ અમને વેક્સિનેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહોતી. કંપનીએ કહ્યું હતું કે બેકલોગને કારણે અમારું સર્ટિફિકેટ એક અઠવાડિયા પછી રિલીઝ થશે. અમને ચિંતા હતી, કારણ કે વેક્સિનેશન બાદ અમારામાંથી કોઈને તાવ કે બૉડી પેન જેવા લક્ષણો નહોતા.’ જાેકે, આ કેસમાં મેચબોક્સ પિક્ચર્સના પ્રોડ્યૂસર સંજય રૌત્રેએ કોઈ પણ કમેન્ટ કરવાની ના પાડી દીધી હતી.
થોડાં દિવસ પહેલાં મુંબઈના કાંદિવલી વિસ્તારમાં હીરાનંદાની એસ્ટેટ સોસાયટીના સભ્યોએ દાવો કર્યો હતો કે તેઓ ફૅક વેક્સિનેશન કૌભાંડનો ભોગ બન્યા છે. સોસાયટીના ૩૦૦થી વધુ લોકોને ઠગવામાં આવ્યા હતા. કહેવાય છે કે સોસાયટીની કમિટી તરફથી ૩૦ મેના રોજ વેક્સિનેશન કેમ્પ લગાવવામાં આવ્યો હતો. પ્રતિ ડોઝ ૧૨૬૦ રૂપિયા ચાર્જ કરવામાં આવ્યા હતા. વેક્સિન આપનારે પોતાને કોકિલાબેન હોસ્પિટલથી સંબંધિત હોવાની વાત કરી હતી.
પીડિતના મતે, વેક્સિન લગાવતા સમયે તેમની માહિતી કોવિન એપ પર ભરવામાં આવી નહોતી, પરંતુ એક્સેલ શીટમાં ભરવામાં આવી હતી. આ સમયે તેમને શંકા ગઈ હતી પરંતુ સોસાયટીનું હોવાથી કોઈએ કંઈ કહ્યુ નહીં. કહેવાય છે કે જ્યારે સર્ટિફિકેટ અલગ અલગ હોસ્પિટલના આપવામાં આવ્યા ત્યારે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જ્યારે નાણાવટી હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે તેમણે કોઈ પણ વેક્સિનેશન કેમ્પ લગાવ્યો નથી. આટલી મોટી સોસાયટીમાં કોઈને પણ વેક્સિનેશન પછી તાવ કે અન્ય પ્રકારની મુશ્કેલી પડી નહોતી. આ જ કારણે સોસાયટીના સભ્યોની ચિંતામાં વધારો થયો. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.
Recent Comments