fbpx
રાષ્ટ્રીય

રવિવારના દિવસે માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો ‘ચાઇનીઝ ભજીયા’

દરેક લોકોને એમ હોય છે કે રવિવારના નાસ્તામાં કંઇક એવું બનાવીએ કે જે ફટાફટ બની જાય અને સાથે ટેસ્ટી પણ હોય. તો આજે અમે તમારી માટે એક એવી વાનગી લઇને આવ્યા છીએ જે માત્ર 10 જ મિનિટમાં ઘરે તમે બનાવી શકો છો. તો જાણી લો તમે પણ કેવી રીતે બનાવશો ચાઇનીઝ ભજીયા..

સામગ્રી
 
પોણો કપ કોર્ન ફ્લોર
પોણો કપ મેંદો
કેપ્સીકમ
એક નાનું ફુલાવર

એક ટીસ્પૂન વિનેગર
એક ટીસ્પૂન સોયા સોસ
દોઢ ટીસ્પૂન રેડ ચીલી સોસ
બે ટીસ્પૂન લીલું લસણ
તળવા માટે તેલ
ગાજર
બે નંગ ડુંગળી
સ્વાદાનુંસાર મીઠું
એક નાનો કટકો આદુ
લસણ 

બનાવવાની રીત

  • ચાઇનીઝ ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ કોર્ન ફ્લોર અને મેંદો એક બાઉલમાં મિક્સ કરો.
  • ત્યારબાદ સ્વાદાનુંસાર મીઠું, મરી પાવડર, આદુ -લસણની પેસ્ટ, ચીલી સોસ, સોયા સોસ, વિનેગર અને લીલું લસણ નાંખી બરાબર હલાવી લો.
  • હવે જરૂર પ્રમાણે પાણી નાખી એમાંથી જાડું ખીરું તૈયાર કરો.
  • પછી એક કડાઈમાં તેલ ગરમ મૂકી એમાં તૈયાર કરેલા શાકને ખીરામાં બોળીને તળી લો.
  • તો તૈયાર છે ચાઇનીઝ ભજીયા.
  • હવે આ ગરમા ગરમ ચાઇનીસ ભજીયાને તમે કિચન ટીસ્યુ પર મુકી દો જેથી કરીને એમાંથી તેલ ચુસાઇ જાય.
  • ત્યારબાદ એક પ્લેટ લો અને એમાં રેડ ચીલી સોસ અને હોટ સોસ સાથે સર્વ કરો.
  • ચાઇનીઝ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે. આ સાથે જ રવિવારના દિવસે તમે આ ભજીયા બનાવશો તો તમારો સમય પણ બચી જશે અને કંટાળો પણ નહિં આવે.
  • ઘરે કોઇ મહેમાન આવવાનું હોય ત્યારે પણ તમે આ ચાઇનીઝ ભજીયા બનાવીને ખવડાવી શકો છો.
Follow Me:

Related Posts