fbpx
ગુજરાત

રવિ પાકના વાવેતર પહેલા રાજ્ય સરકારે વધુ પાણી છોડવાનો કર્યો ર્નિણય

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ગુજરાત સરકારે રવિ પાકના વાવેતર પહેલા પાણી છોડવાનો મહત્વનો ર્નિણય કર્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિંચાઈ અને પીવાનું પાણી છોડવામાં આવશે. ૧૫ માર્ચ ૨૦૨૪ સુધી પાણીની જરૂરીયાતની અગ્રતા ધ્યાનમાં લઈને પાણી છોડવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવશે. પીવા માટે ૪ હજાર ૫૬૫ સ્ઝ્રહ્લ્‌ અને સિંચાઈ માટે ૨૬ હજાર ૧૩૬ સ્ઝ્રહ્લ્‌ મળીને કુલ ૩૦ હજાર ૮૦૧ સ્ઝ્રહ્લ્‌ પાણી છોડવામાં આવશે. જેના પગલે ખેડૂતોના રવિ પાકને ઘણો જ ફાયદો પહોંચશે. ગુજરાત સરકારના આ ર્નિણયના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જાેવા મળી રહી છે.

Follow Me:

Related Posts