રશિયાએ ફેસબુક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે
ફેસબુક વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા રશિયાએ દેશમાં ફેસબુક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. રશિયાની સેન્સરશીપ એજન્સી ઇર્ર્જાદ્બહટ્ઠઙ્ઘર્ડિ ફેસબુક પર રશિયન મીડિયા સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. ધ કિવ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, રશિયન સરકારની સેન્સરશીપ એજન્સીએ ફેસબુક પર પ્રતિબંધની જાહેરાત કરી છે. ફેસબુકે રશિયા પર લાખો લોકોને વિશ્વસનીય માહિતી આપવાનો ઇનકાર કરવાનો આરોપ લગાવ્યો છે. ફેસબુક પર પ્રતિબંધ લગાવ્યા બાદ રશિયાએ ટિ્વટર પર પણ કાર્યવાહી કરી છે.
મીડિયા વેબસાઇટ્સ આંશિક રીતે ડાઉન હતી. નિષ્ણાતો માને છે કે, યુક્રેનમાં લડાઈ વધી રહી છે, મોસ્કોમાં છહ્લઁ પત્રકારો ફેસબુક તેમજ મીડિયા આઉટલેટ્સ મેડુઝા, ડોઇશ વેલે, આરએફઇ-આરએલ અને બીબીસીની રશિયન ભાષાની સેવાની સાઇટ્સને ઍક્સેસ કરવામાં સક્ષમ ન હતા. મોનિટરિંગ એનજીઓ ગ્લોબલચેકે પણ જણાવ્યું હતું કે સાઇટ્સ આંશિક રીતે ડાઉન હતી. જેને લઈ ફેસબુક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે ટિ્વટરની રીચ પર જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રશિયાની સંસદે શુક્રવારે ફેક ન્યૂઝને લઈને કડક કાયદાની જાહેરાત કરી હતી. સંસદનો આરોપ છે કે યુદ્ધ દરમિયાન રશિયન સેના વિરુદ્ધ ફેક ન્યૂઝ ચલાવવામાં આવી રહ્યા છે. સંસદમાં પસાર થયેલા નવા કાયદામાં સેના વિરુદ્ધ જાણીજાેઈને ફેક ન્યૂઝ ફેલાવવા માટે ૧૫ વર્ષ સુધીની જેલની જાેગવાઈ પણ કરવામાં આવી છે. રશિયન રાજ્ય સંચાર એજન્સીએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ફેસબુકને રાજ્ય સમાચાર એજન્સી ઇૈંછ નોવોસ્ટી, રાજ્ય ટીવી ચેનલ ઝવેઝદા અને ક્રેમલિન તરફી સમાચાર સાઇટ્સ ન્ીહંટ્ઠ.ઇે અને ય્ટ્ઠડીંટ્ઠ.ઇે પર ગુરુવારે લાદવામાં આવેલા નિયંત્રણો હટાવવા માટે હાકલ કરી છે.
એજન્સીએ કહ્યું કે ફેસબુકે મીડિયા આઉટલેટ્સને પુનઃસ્થાપિત કર્યા નથી. ઇર્ર્જાદ્બહટ્ઠઙ્ઘર્ડિ અનુસાર, એકાઉન્ટ્સ પરના પ્રતિબંધોમાં તેમની સામગ્રીને અવિશ્વસનીય તરીકે ચિહ્નિત કરવા અને હ્લટ્ઠષ્ઠીર્હ્ર્વા પર પ્રેક્ષકોને ઘટાડવા માટે શોધ પરિણામો પર તકનીકી પ્રતિબંધો મૂકવાનો સમાવેશ થાય છે. ઇર્ર્જાદ્બહટ્ઠઙ્ઘર્ડિ કહ્યું હતું કે ફેસબુક પ્રતિબંધની અસર શુક્રવારે દેખાવાનું શરૂ થશે. ઇર્ર્જાદ્બહટ્ઠઙ્ઘર્ડિ એ રશિયન મીડિયાને સુરક્ષિત કરવાના પગલા તરીકે તેની કાર્યવાહીની જાહેરાત કરી. તેણે એમ પણ કહ્યું હતું કે રશિયાના વિદેશ મંત્રાલય અને પ્રોસીક્યુટર જનરલ ઓફિસે ફેસબુકને મૂળભૂત માનવ અધિકારો અને સ્વતંત્રતાઓ તેમજ રશિયન નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાઓના ઉલ્લંઘનમાં સામેલ હોવાનું જણાયું હતું.
Recent Comments