fbpx
રાષ્ટ્રીય

રશિયાએ મેટાને આતંકી સંગઠનોના લિસ્ટમાં સામેલ કર્યું

ક્યારેક વિશ્વના ટોપ ત્રણ ધનીકોના લિસ્ટમાં સામેલ રહેલા માર્ક ઝુકરબર્ગની મુશ્કેલી સતત વધી રહી છે. રસિયાએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની પરેન્ટ કંપની મેટાને આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠનોના લિસ્ટમાં મુકી દીધી છે. રશિયાએ માર્ચમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. રશિયાએ ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયન અધિકારીઓનો આરોપ હતો કે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રશિયા વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યાં છે. રશિયામાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ ખુબ લોકપ્રિય છે. તે જાહેરાત અને સેલ્સ માટે એક મહત્વનું પ્લેટફોર્મ હતું. ફેસબુક (હવે મેટા પ્લેટફોર્મ્સ) ને ટિકટોક અને યૂટ્યૂબ જેવા પ્લેટફોર્મ પાસેથી આકરી ટક્કર મળી રહી છે. આશરે ૧૮ વર્ષ જૂની આ કંપનીમાંથી યૂઝર્સ ટિકટોક અને યૂટ્યૂબ તરફ શિફ્ટ થઈ રહ્યાં છે. આ કારણે કંપનીની આવક પર ખરાબ અસર પડી છે. આ વર્ષે કંપનીના શેરમાં પણ ઘટાડો થયો છે. તેનાથી મેટાના સીઈઓ ઝુકરબર્ગની નેટવર્થ પણ પ્રભાવિત થઈ છે. લાંબા સમયથી દુનિયાના ટોપ ત્રણ ધનવાનોના લિસ્ટમાં સામેલ રહેલા માર્ક ઝુકરબર્ગ હવે ૨૩માં સ્થાને ખસી ગયા છે. બ્લૂમબર્ગ બિલિનેયર ઇન્ડેક્સ પ્રમાણે તેની નેટવર્થ ૫૦.૩ અબજ રહી ગઈ છે. આ વર્ષે તેની નેટવર્થમાં ૭૫.૨ અબજ ડોલરનો ઘટાડો થયો છે.

ઘણા વર્ષો સુધી આ કંપનીએ રેકોર્ડ ગ્રોથ કર્યો અને રોકાણકારોને પણ શાનદાર રિટર્ન આપ્યું હતું. પરંતુ આ વર્ષે કંપનીનો ક્વાર્ટર રિપોર્ટ સારો રહ્યો નથી. સ્થિતિ એવી થઈ ગઈ છે કે ફેસબુકમાં પ્રથમવાર છટણી થવા જઈ રહી છે. ઝુકરબર્ગે કર્મચારીઓની છટણીનો સંકેત આપ્યો છે. કંપનીએ મેમાં એન્જિનિયરરો અને ડેટા સાઇન્ટિસની ભરતી બંધ કરી દીધી હતી. જુલાઈમાં ઝુકરબર્ગે કર્મચારીઓને કહ્યું હતું કે તેમના માટે આગામી ૧૮થી ૨૪ મહિના પડકારજનક હોઈ શકે છે. ઝુકરબર્ગની સાથે હાલમાં થયેલી મીટિંગમાં સામેલ કર્મચારીઓ પ્રમાણે તમામ મેનેજરોને બજેટમાં કાપ મુકવાનું કહેવામાં આવ્યું છે. તેમણે નવી ભરતી ન કરવા કે છટણી કરવાનું કહેવામાં આવ્યું છે. ફેસબુકે મેટાવર્સ પ્રોડક્ટ્‌સને આક્રમક રીતે પ્રમોટ કરી રહ્યું છે. આ કારણ છે કે કંપનીનું ફાઇનાન્સ પ્રભાવિત થયું છે. સાથે ફેસબુકને અન્ય કંપનીઓથી ટક્કર મળી રહી છે. જેથી કંપનીની જાહેરાતથી થનારી કમાણી પ્રભાવિત થઈ છે.

Follow Me:

Related Posts