રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધો અને વાટાઘાટો દ્વારા રશિયા પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે જેથી તે તરત જ સૈન્ય કાર્યવાહી બંધ કરે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ મળ્યો નથી. આ દરમિયાન યુક્રેનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રશિયન હુમલામાં યુક્રેનના ૩૫૨ નાગરિકો માર્યા ગયા છે. જેમાં ૧૪ બાળકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ૧૧૬ બાળકો સહિત ૧૬૮૪ લોકો ઘાયલ થયા છે. જાે કે મંત્રાલયે યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા વિશે માહિતી આપી નથી. મંત્રાલયના જણાવ્યા અનુસાર યુક્રેન સિવાય અન્ય દેશોમાં શરણ લેનારા લોકોની સંખ્યા વધીને ૩ લાખ ૮૬ હજાર થઈ ગઈ છે. યુએન શરણાર્થી એજન્સીએ જણાવ્યું હતું કે રશિયન આક્રમણને પગલે લગભગ ૧૨૦,૦૦૦ લોકો યુક્રેન છોડીને પડોશી દેશોમાં ગયા છે.
આ સંખ્યા ઝડપથી વધી રહી છે, કારણ કે રશિયા યુક્રેનમાં ઝડપથી હુમલા કરી રહ્યું છે. જેના કારણે લોકો ભયભીત છે, જેના કારણે તેઓ સુરક્ષિત જગ્યાની શોધમાં લાગેલા છે. યુએન હાઈ કમિશનર ફોર રેફ્યુજીસના પ્રવક્તા શબિયા મન્ટુએ જણાવ્યું હતું કેઃ “લગભગ ૧૧૬,૦૦૦ લોકોએ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરી છે. આ આંકડો વધી શકે છે. મન્ટુએ જણાવ્યું હતું કે મોટાભાગના લોકો પોલેન્ડ, મોલ્ડોવા, હંગેરી, રોમાનિયા અને સ્લોવાકિયામાં સ્થળાંતર કરી રહ્યા છે અને કેટલાક બેલારુસ પણ ગયા છે. જાે કે શાબિયા પાસે હજુ સુધી કેટલા લોકો કયા દેશમાં સ્થળાંતર કરી ગયા છે તેની માહિતી નથી, એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં મોટાભાગના લોકો પોલેન્ડમાં સ્થળાંતર કરી ચૂક્યા છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી ૨૦ લાખ યુક્રેનિયનો સ્થાયી થયા છે. ૨૦૧૪માં રશિયાએ યુક્રેનમાં પ્રથમ વખત ઘૂસણખોરી કરી ત્યારથી લોકોએ સુરક્ષિત જગ્યાની શોધ શરૂ કરી હતી. યુક્રેન પર રશિયન હુમલાથી નારાજ યુએસ, કેનેડા અને યુરોપિયન દેશોએ રવિવારે તેની સામે વધુ કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે.
આ પ્રતિબંધોમાં પસંદગીની રશિયન બેંકોને સ્વિફ્ટ મેસેજિંગ સિસ્ટમમાંથી બાકાત રાખવાનો પણ સમાવેશ થાય છે. જર્મની શરૂઆતમાં સ્વિફ્ટ ઇન્ટરબેંક પેમેન્ટ સિસ્ટમમાંથી ઘણી રશિયન બેંકોને દૂર કરવામાં અચકાતી હતી. પરંતુ અન્ય દેશોનું દબાણ વધ્યા બાદ તે ઝૂકી ગયું. સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશનએ સ્વિફ્ટ વિશ્વની અગ્રણી બેંકિંગ મેસેજિંગ સેવા છે, જે ભારત સહિત ૨૦૦ થી વધુ દેશોમાં આશરે ૧૧,૦૦૦ બેંકો અને નાણાકીય સંસ્થાઓને જાેડે છે. પશ્ચિમી દેશોના નેતાઓએ યુક્રેન પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કાર્યવાહીની નિંદા કરી છે અને કહ્યું છે કે મોસ્કો આ બધું યુક્રેનનું મનોબળ તોડવા માટે જ કરી રહ્યું છે.
Recent Comments