fbpx
રાષ્ટ્રીય

રશિયાની સેનાના અનુભવોને ધ્યાનમાં લઈને નવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઝડપી પગલા લેવા હવે ભારત છે તૈયાર

રશિયા-યુક્રેન યુદ્ધથી વિશ્વભરના દેશો ઘણું શીખી રહ્યા છે અને આધુનિક યુદ્ધના બદલાતા લેન્ડસ્કેપને સ્વીકારી રહ્યા છે. રશિયાની સેનાના અનુભવોને ધ્યાનમાં લઈને ભારત પણ નવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઝડપી પગલાં લઈ રહ્યું છે. ભારત તેના ચાલાક પાડોશી ચીનના સંભવિત કાવતરાનો સામનો કરવા માટે તેની સંરક્ષણ તૈયારીઓને સતત તેજ કરી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાંથી શીખ્યા બાદ ભારતે આધુનિક સમયના યુદ્ધને અનુરૂપ તેની ટેન્કો અપગ્રેડ કરી છે. રશિયન ટેન્ક યુક્રેન પર હુમલો કરવામાં અસરકારક સાબિત નથી થઈ રહી.

એટલા માટે ભારત એલર્ટ થઈ ગયું છે, કારણ કે આપણી પાસે પણ એ જ રશિયન ટેન્ક છે. આ ્‌-૯૦ ટેન્કને ભારતમાં ભીષ્મ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ભારતે આ ટેન્કને અપગ્રેડ કરવાની સાથે એક એવી ટેન્ક પણ બનાવી છે, જેનાથી ચીનની મુશ્કલી વધી શકે છે. સ્વદેશી અભિયાન હેઠળ ભારતે હવે લાઇટ ટેન્ક બનાવવામાં સફળતા મેળવી છે. ગુજરાતના સુરતમાં સ્વદેશી લાઇટ ટેન્કનું સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે, જેને જાેરાવર નામ આપવામાં આવ્યું છે. તમામ પરીક્ષણોમાંથી પસાર થયા બાદ તેને વર્ષ ૨૦૨૭ સુધીમાં સેનામાં સામેલ કરી શકાય છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાંથી બોધપાઠ લઈને તેમાં લોઈટરિંગ મ્યુનિશન યુએસવી પણ ઉમેરવામાં આવ્યું છે. આ લાઇટ ટેન્કને લદ્દાખ અને ગલવાન ઘાટીના ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ તૈનાત કરી શકાય છે.

સંપૂર્ણપણે સ્વદેશી જાેરાવર ટેન્ક ઈન્ટીગ્રેશન તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ છે. તેમાં સક્રિય સુરક્ષા વ્યવસ્થા સાથેની તમામ અત્યાધુનિક જરૂરિયાતોને પહોંચી વળવા અને દુશ્મનોને હરાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેન્ક ૧૦૫ મીમીની ગનથી સજ્જ છે, જેમાંથી એન્ટી ટેન્ક મિસાઈલ છોડી શકાય છે. મિસાઈલ સિસ્ટમ સિવાય તે માત્ર તોપ જ નથી, પરંતુ અન્ય હથિયારોને ફાયર કરવાની સિસ્ટમ પણ છે. તેમાં મોડ્યુલર એક્સપ્લોઝિવ રિએક્ટિવ આર્મર છે અને એક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે,

જે જાેરાવરને દુશ્મનના હુમલાથી સુરક્ષિત રાખશે. સારી મોબિલિટી માટે જાેરાવરમાં ન્યૂનતમ પાવર-ટુ-વેઇટ ૩૦ ૐઁ/ટન રાખવામાં આવ્યું છે. જાેરાવરમાં ડ્રોનની સાથે બેટલ મેનેજમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. તેની મુખ્ય ખાસિયત તેનું વજન ૨૫ ટન છે, જે ્‌-૯૦ જેવી ભારે ટેન્કો કરતા લગભગ અડધુ છે. જેના કારણે તે મુશ્કેલ પર્વતીય વિસ્તારોમાં પણ સરળતાથી કામ કરી શકે છે, જ્યાં અન્ય મોટી ટેન્કો પહોંચી શકતી નથી. ત્યાં જાેરાવર સરળતાથી પડકારરૂપ પ્રદેશમાં કામ કરી શકે છે.

ભારતમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડ્ઢઇર્ડ્ઢં) દ્વારા લાર્સન એન્ડ ટુબ્રો (ન્શ્‌)ના સહયોગથી જાેરાવર ટેન્ક વિકસાવવામાં આવી છે. જ્યારે તેનું સુરતમાં ન્શ્‌ના હજીરા પ્લાન્ટમાં પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ડ્ઢઇર્ડ્ઢંના વડા સમીર વી કામથ પણ હાજર હતા. તેમણે કહ્યું છે કે શરૂઆતમાં ૫૯ જાેરાવર ટેન્ક સેનાને આપવામાં આવશે અને ધીમે ધીમે તેમની સંખ્યા વધીને ૨૯૫ થઈ જશે. તેમણે કહ્યું કે માત્ર અઢી વર્ષમાં ૨૫ ટન વજનની આ ટેન્ક તૈયાર કરવામાં આવી છે અને તેનો પ્રથમ પ્રોટોટાઈપ બનાવવામાં આવ્યો હતો અને હવે તેનું પરીક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ ટેન્ક વજનમાં હલકી હોવા છતાં, તે સંપૂર્ણ સશસ્ત્ર ટેન્ક છે. તેનું વજન ઓછું હોવાને કારણે તે ગમે તેવા ખરાબ રસ્તાઓ પર ચાલી શકે છે. જરૂર પડ્યે તેને પ્લેન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે. હજારો ફૂટની ઉંચાઈ પર ઉબડખાબડ અને ખરબચડી ટેકરીઓ પર પણ તે સરળતાથી દોડી શકે છે. જાેરાવરનો ફાયરપાવર એટલો ખતરનાક છે કે તે મોટામાં મોટી ટેન્ક પર પણ ભારે પડી શકે છે.
વર્ષ ૨૦૨૦માં જ્યારે ચીની સૈનિકો દાદાગીરી બતાવી રહ્યા હતા, ત્યારે ગલવાનમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ગલવાનમાં ચીની સેના પેંગોંગ ઝીલની ઉત્તરીય સરહદ તરફ આગળ વધી રહી હતી, ત્યારે ભારતીય સેનાએ ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ પોતાનો ધ્વજ લહેરાવ્યો હતો અને ચીનીઓને ભગાડ્યા હતા. એટલું જ નહીં આ ઊંચાઈ પર ૨૦૦ થી વધુ ્‌-૭૨ અને ્‌-૯૦ ટેન્ક તૈનાત કરવામાં આવી હતી. વજનમાં ભારે હોવાને કારણે તેને ગલવાન લઈ જવામાં થોડી મુશ્કેલી હતી, તેથી જાેરાવર જેવી ટેન્કની જરૂરિયાત ઉભી થઈ હતી. ચીને ગલવાન ખીણમાં તેની હળવા વજનની ઢ્‌ઊ ટાઈપ-૧૫ ટેન્કો તૈનાત કરી છે, જેનો સામનો હવે જાેરાવર કરશે. વજનમાં હલકી હોવાને કારણે તે પહાડી વિસ્તારોમાં ઝડપથી આગળ વધી શકે છે. આ સિવાય જાે કોઈ રસ્તો ન હોય તો ભારતીય વાયુસેનાના ઝ્ર-૧૭ ગ્લોબમાસ્ટર દ્વારા એક સાથે બે જાેરાવર ટેન્કને લઈ જઈ શકાય છે.

સામાન્ય રીતે ત્રણ અલગ-અલગ પ્રકારની ટેન્ક હોય છે. આ ત્રણ કેટેગરીઓ વજન પર આધારિત છે. આમાં ભારે ટેન્ક, મધ્યમ ટેન્ક અને લાઇટ ટેન્કનો સમાવેશ થાય છે. આ ટેન્કની પોતાની અલગ અલગ ખાસિયતો છે. એક ટેન્ક સંરક્ષણ માટે તો બીજી હુમલો કરવા માટે હોય છે. જ્યારે વજનમાં હલકી ટેન્ક સંરક્ષણ અને હુમલો બંને માટે સક્ષમ છે. તેથી જ આજે વિશ્વના ઘણા દેશો લાઇટ ટેન્કનું ઉત્પાદન કરી રહ્યા છે. જેમાં અમેરિકા સહિત પશ્ચિમી દેશોનો સમાવેશ થાય છે, જ્યારે રશિયા અને ચીન પણ આવી ટેન્ક બનાવી રહ્યા છે. વિશ્વના ઘણા દેશો અમેરિકા, રશિયા અને ચીન પણ આવી લાઇટ ટેન્ક પર ર્નિભર છે.

ગલવાનમાં તૈનાત ચીનની ઢ્‌ઊ-૧૫ ટેન્કને આવી લાઇટ ટેન્કની કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે, જેનું વજન ૩૩ ટનથી ૩૬ ટનની વચ્ચે છે. ચીનની આ ટેન્ક ૧૪ હજાર ફૂટ ઉંચી પહાડી ખીણોમાં સરળતાથી કામ કરે છે. તેમાં રહેલું ૧૦૦૦ હોર્સ પાવર નોરિન્કો એન્જિન પ્રતિ ટન ૩૦થી વધુ હોર્સ પાવરના રેશિયામાં પાવર જનરેટ કરે છે. આ પાવર ઓછા ઓક્સિજનવાળા અને ઊંચાઈવાળા વિસ્તારો માટે પૂરતી છે. ત્યારે ભારતની જાેરાવર આના કરતા પણ હલકી હશે અને તેટલો જ પાવર જનરેટ કરશે. તેથી આવનારા સમયમાં ભારતની જાેરાવર ટેન્ક ચીનની ઢ્‌ઊ-૧૫ ટેન્કને ટક્કર આપશે.
ગ્લોબલ ફાયર પાવર મુજબ, મિલિટરી પાવર રિપોર્ટ તૈયાર કરતી વખતે દેશોની ભૌગોલિક સ્થિતિ, તેમની ટેક્નોલોજી, દેશના વિસ્તરણ સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યાર બાદ જ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. પાવર ઇન્ડેક્સ પણ આમાં મહત્વની ભૂમિકા ભજવતો માનવામાં આવે છે. હાલમાં, કોઈપણ દેશનો પાવર ઈન્ડેક્સ ૦.૦૦૦૦ નથી, આ ફોર્મ્યુલા મુજબ, જેનો પાવર ઈન્ડેક્સ ઓછો તે દેશ વધુ શક્તિશાળી માનવામાં આવે છે. આ મુજબ અમેરિકાનો પાવર ઇન્ડેક્સ સૌથી નીચો ૦.૦૬૯૯ છે. તેથી આજે પણ દુનિયામાં અમેરિકાનો દબદબો યથાવત છે. તે પછી રશિયાનો ઈન્ડેક્સ ૦.૦૭૦૨, ચીનનો ૦.૦૭૦૬ અને ભારતનો પાવર ઈન્ડેક્સ ૦.૧૦૨૩ છે. ચીન પછી ભારત વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે. દક્ષિણ કોરિયા, ઈંગ્લેન્ડ, જાપાન, તુર્કી જેવા દેશો પણ હાલમાં વિશ્વની ટોપ-૧૦ સૈન્ય શક્તિઓમાં સામેલ છે.

Follow Me:

Related Posts