fbpx
રાષ્ટ્રીય

રશિયામાં વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કની માંગ ૬૬૮% વધી

વિશ્વની તમામ સરકારોની જેમ રશિયાએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ જે રીતે વિશ્વના અન્ય દેશોના લોકો પ્રતિબંધ વચ્ચે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, તે જ રીતે રશિયાના લોકો પણ છે. કોઈપણ સાઈટ પર પ્રતિબંધ પછી વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કની માંગ વધી જાય છે અને રશિયામાં પણ આવું જ થયું છે. આપને જણાવી દઈએ કે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ ચીન અને ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મોટા પાયે થાય છે. પ્રતિબંધ પછી, રશિયામાં વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કની માંગ ૬૬૮% વધી છે.

યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ મેટાએ જણાવ્યું હતું કે તે રશિયન વપરાશકર્તાઓ માટે તેની હેટ સ્પીડની પોલિસીમાં ફેરફાર કરી રહ્યું છે. આ ફેરફાર બાદ રશિયન યુઝર્સ ફેસબુક પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ હિંસક અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરી શકે છે. પોલિસીમાં આ ફેરફાર બાદ રશિયન સરકારે મેટાની એપ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બંને પર પ્રતિબંધ લગાવી દીધો છે. રશિયન પ્રોસીક્યુટર જનરલની ઓફિસે રશિયન કોર્ટને મેટાને ઉગ્રવાદી સંગઠન તરીકે વર્ગીકૃત કરવા કહ્યું છે. મેટાના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્‌સએપનો ઉપયોગ રશિયન રાજ્ય મીડિયા દ્વારા કરી શકાતો નથી. આ સિવાય રશિયામાં આ તમામ પ્લેટફોર્મ પર મોનેટાઈઝેશન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ગૂગલે રશિયન રાજ્ય મીડિયાની યુટ્યુબ ચેનલમાંથી જાહેરાતો દૂર કરી છે. યુરોપમાં ્‌ૈાર્ંા એ ઇ્‌ અને જીॅેંહૈા સાથે સંબંધિત સ્ટેટ મીડિયાના એકાઉન્ટ્‌સની ઍક્સેસ બંધ કરી દીધી છે. આ સિવાય ટિકટોકના યુઝર્સ નવા વીડિયો અપલોડ કરી શકતા નથી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ટિ્‌વટરે જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો છે. તાઈવાનના ્‌જીસ્ઝ્રએ રશિયામાં ડિઝાઈન કરાયેલ એલબ્રસ-બ્રાન્ડેડ ચિપ્સ સહિત રશિયન બજારમાં તમામ ચિપસેટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

ટ્રીમિંગ પ્લેટફોર્મ દ્ગીંકઙ્મૈટએ તેના પ્લેટફોર્મ પર રશિયન સરકારી ટેલિવિઝન ચેનલો, જેમ કે ચેનલ વન, પર પ્રતિબંધ મૂક્યો છે, જાેકે કંપનીએ રશિયા સાથેનો તેનો વ્યવસાય સમાપ્ત કર્યો નથી. મુખ્ય ચિપસેટ નિર્માતા ઈન્ટેલે રશિયામાં તેની ચિપ્સનું વેચાણ બંધ કરી દીધું છે. આ સિવાય છસ્ડ્ઢ, ડ્ઢીઙ્મઙ્મ, ેંહ્વીિ, મ્ર્ઙ્મં, જીહટ્ઠॅષ્ઠરટ્ઠં, ફૈહ્વીિ, ઇર્ો, સ્ૈર્ષ્ઠિર્જકં, ર્દ્ગૌટ્ઠ અને છॅॅઙ્મીએ પણ રશિયામાં તેમની સેવાઓ બંધ કરી દીધી છે.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન સરકારે મેટાની માલિકીની ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. ઈન્સ્ટાગ્રામ પહેલા ફેસબુક પર રશિયામાં પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઉપરાંત, ટિકટોક પર પણ રશિયામાં આંશિક રીતે પ્રતિબંધ છે, એટલે કે, ટિકટોકના વપરાશકર્તાઓ પહેલાથી અપલોડ કરેલા વીડિયો જાેઈ શકે છે, પરંતુ નવા વીડિયો અપલોડ કરી શકતા નથી, જાેકે રશિયામાં યુટ્યુબ અને ટેલિગ્રામ જેવી એપ્સનો ઉપયોગ હજુ પણ થઈ રહ્યો છે.

Follow Me:

Related Posts