fbpx
રાષ્ટ્રીય

રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો પ અબજ લોકો માર્યા જશે : સ્ટડી

રશિયા અને યુક્રેન વચ્ચે હજુ યુદ્ધ ચાલી રહ્યું છે. આ કારણે દુનિયામાં સતત ન્યૂક્લિયર યુદ્ધનો ખતરો વધી રહ્યો છે. એક નવી સ્ટડીએ લોકોને વધારે ચિંતામાં મુકી દીધા છે. સ્ટડીમાં જણાવ્યું કે જાે રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો પાંચ અબજ લોકો માર્યા જશે. જાેકે આટલા લોકોના મોતનું કારણ ફક્ત બોમ્બ જ નહીં હોય દુષ્કાળ પણ હશે. રટગર્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ છ સંભવિત પરમાણુ યુદ્ધના પ્રભાવોનું માનચિત્રણ કર્યું છે. નેચર ફૂડ જર્નલમાં પબ્લિશ એક સ્ટડીમાં બતાવવામાં આવ્યું છે કે અમેરિકા અને રશિયા વચ્ચે એક પૂર્ણ રીતે યુદ્ધ, સૌથી ખરાબ સ્થિતિ હશે. આ દુનિયાની અડધાથી વધારે જનસંખ્યાને ખતમ કરી દેશે. આ અંદાજની ગણના પરમાણુ વિસ્ફોટના કારણે ઉત્પન થનાર કાલીખના વાયુમંડળમાં જવાના આધાર પર કરવામાં આવી છે. રિસચર્સના નેશનલ સેન્ટર ફોર એટમોસ્ફેરિક રિસર્ચ દ્વારા સમર્થિત એક જલવાયુ પૂર્વાનુમાન ઉપકરણનો ઉપયોગ કર્યો, જેની મદદથી તેમણે દરેક દેશના આધાર પર પ્રમુખ પાકની ઉત્પાદકતાનો અંદાજ લગાવવાની મંજૂરી આપી.

નાના પ્રમાણમાં પણ યુદ્ધ થાય તો તે દુનિયાભરમાં ખાદ્ય સંકટના વિનાશકારી પરિણામ જાેવા મળશે. સ્ટડીના મતે જાે ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નાનું ન્યૂક્લિયર યુદ્ધ થાય તો પાંચ વર્ષમાં દુનિયામાં સાત ટકા પાક ઉત્પાદનમાં ઘટાડો થશે. રશિયા અને અમેરિકાના યુદ્ધમાં ત્રણથી ચાર વર્ષોમાં ૯૦ ટકા પાક ઉત્પાદન ઘટશે. શોધકર્તાઓએ એ પણ માન્યું કે શું વર્તમાનમાં પ્રાણીઓના ચારા માટે ઉપયોગમાં લેવાતા પાકનો ઉપયોગ કરવો કે ભોજનની બર્બાદીને ઓછી કરવી સંઘર્ષ પછી તાત્કાલિક થનારા નુકસાનની ભરપાઇ કરી શકે છે. જાેકે આ નિષ્કર્ષ કાઢ્યો છે કે મોટા પ્રમાણની લડાઇમાં બચત ન્યૂનતમ રહેશે. આ સ્ટડી વ્લાદિમીર પુતિનના યુક્રેન પર આક્રમણ પછી અમેરિકા અને રશિયા વચ્ચે સંઘર્ષની આશંકા પછી આવી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે એપ્રિલમાં ચેતવણી આપી હતી કે પરમાણુ યુદ્ધનું ગંભીર જાેખમ છે. રટગર્સ યુનિવર્સિટીમાં પર્યાવરણ વિજ્ઞાન વિભાગમાં જલવાયુ વિજ્ઞાનના પ્રોફેસર એલન રોબોકે કહ્યું કે આપણે પરમાણુ યુદ્ધને ક્યારેય પણ થવાથી રોકવું જાેઈએ.

Follow Me:

Related Posts