fbpx
રાષ્ટ્રીય

રશિયા પરમાણુ પ્લાન્ટને યુદ્ધનો ભાગ ન બનાવે: અમેરિકાની ચેતવણી

યુક્રેનમાં રશિયાના ઝડપી હુમલા બાદ બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ શુક્રવારે મોડી રાત્રે ફરી એકવાર ઇમરજન્સી બેઠક યોજી હતી. આ બેઠકમાં અમેરિકાએ રશિયા પર જાેરદાર નિશાન સાધ્યું હતું. યુએનએસસીમાં અમેરિકી રાજદ્વારીએ કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ૯ દિવસમાં યુક્રેન પર તબાહી મચાવી દીધી છે. અમેરિકાએ કહ્યું છે કે રશિયાએ પરમાણુ પ્લાન્ટને યુદ્ધનો ભાગ ન બનાવવો જાેઈએ.

આપણે ૧૫ ન્યુક્લિયર પ્લાન્ટની જવાબદારી લેવી પડશે. યુએનએસસીમાં અમેરિકી રાજદૂતે કહ્યું કે યુરોપ ઝડપથી યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. પુતિન, તેમનું ગાંડપણ બંધ કરે અને તરત જ યુક્રેનમાંથી તેમની સેના પાછી ખેચી લે. યુએસ ડિપ્લોમેટે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં યુક્રેન પર રશિયન સૈન્યના હુમલાની નિંદા કરી અને કહ્યું કે રશિયાએ શક્ય તેટલી વહેલી તકે યુક્રેનમાંથી પોતાની સેના પાછી ખેંચી લેવી જાેઈએ. અમેરિકાએ કહ્યું કે યુક્રેનમાં રશિયન સૈનિકો પણ માર્યા ગયા છે, પરંતુ રશિયન રાષ્ટ્રપતિ આનાથી પરેશાન નથી. અમેરિકાએ કહ્યું, રશિયાએ પોતાના સૈનિકોનું સન્માન પણ નથી કર્યું.અગાઉ, યુએસ પ્રમુખ જૉ બિડેનના વહીવટીતંત્રે ફરી એકવાર રશિયાને ચેતવણી આપી હતી કે જાે તે યુક્રેન પર આક્રમણ કરશે તો ભયાનક પરિણામો આવશે અને કહ્યું કે જાે ક્રેમલિન રચનાત્મક રીતે પસંદ કરે તો મુત્સદ્દીગીરીનો માર્ગ હજુ પણ ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે રશિયાએ યુક્રેનમાં યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો છે.

જેના કારણે ત્યાં આગ ફાટી નીકળી હતી, જેને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી. પાંચ માળના ટ્રેનિંગ સેન્ટરમાં આગ ફાટી નીકળી હતી અને જેપોરિઝિયા પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી. અગાઉ યુક્રેનની ઈમરજન્સી સેવાને અહીં મંજૂરી નહોતી. પરંતુ બાદમાં તેને આ માટે પરવાનગી મળી હતી. તેમણે કહ્યું કે કોઈ જાનહાનિ થઈ નથી. હવે અહીંની નવીનતમ સ્થિતિની માહિતી સામે આવી છે. બિલ્ડિંગને નુકસાન થવાથી યુનિટની સુરક્ષા પર કોઈ અસર થઈ નથી. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્‌સ અને સિસ્ટમની સલામતી માટે જરૂરી પરિબળો યોગ્ય રીતે કાર્ય કરે છે. હાલમાં, રેડિયેશનની સ્થિતિમાં કોઈ ફેરફાર નોંધવામાં આવ્યો નથી. જીદ્ગઇૈંેં માહિતી અને કટોકટી કેન્દ્ર સક્રિય કરવામાં આવ્યું છે. જીદ્ગઇૈંેં અને જીજી્‌ઝ્ર દ્ગઇજી ના નિષ્ણાતો જેપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના સંચાલકોના સંપર્કમાં છે.

Follow Me:

Related Posts