રશિયા-યુક્રેન યુદ્ધ પર પુતિન સાથે PM મોદીએ વાત કરી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, કઝાન સાથે ભારતના ઐતિહાસિક સંબંધો છે. કાઝાન આવવું એ એક લહાવો છે. ત્રણ મહિનામાં બે વાર રશિયા આવવું એ અમારા ગાઢ સંબંધો દર્શાવે છે. રશિયા-યુક્રેન યુદ્ધ પર બોલતા પીએમએ કહ્યું, હું રશિયા-યુક્રેન સંઘર્ષના મુદ્દા પર સતત તમારા સંપર્કમાં છું. મેં અગાઉ કહ્યું છે તેમ અમે માનીએ છીએ કે સમસ્યાઓનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવો જાેઈએ. અમે શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપનને સમર્થન આપીએ છીએ.
અમારા પ્રયાસો માનવતાને પ્રાથમિકતા આપે છે. ભારત આવનારા સમયમાં દરેક સંભવિત સહયોગ માટે તૈયાર છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની મુલાકાત દરમિયાન જ્યારે રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે અમારા સંબંધો એટલા ગાઢ છે કે મારી વાત સમજવા માટે તમારે અનુવાદની પણ જરૂર નથી. આના પર પીએમ મોદી ખુલીને હસતા જાેવા મળ્યા હતા. દ્વિપક્ષીય બેઠકમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, આંતર સરકારી આયોગની આગામી બેઠક ૧૨ ડિસેમ્બરે દિલ્હીમાં યોજાવાની છે. અમારા પ્રોજેક્ટ્સ સતત વિકસિત થઈ રહ્યા છે. કાઝાનમાં કોન્સ્યુલેટ ખોલવાના તમારા ર્નિણયને અમે આવકારીએ છીએ. અમારા સહયોગથી ભારતની નીતિઓથી ફાયદો થશે. અમે ખૂબ જ ખુશ છીએ કે તમે અને તમારું પ્રતિનિધિમંડળ રશિયા આવ્યા.
Recent Comments