fbpx
બોલિવૂડ

રશ્મિકા મંદાના કદી ન જાેઇ હોય એવા અવતારમાં જાેવા મળશે

કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોની સુંદરી રશ્મિકા મંદાના હવે બોલીવૂડમાં પણ આવી રહી છે. છ વર્ષથી ફિલ્મી પરદે કામ કરી રહેલી રશ્મિકાની પહેલી ફિલ્મ કન્નડ ભાષાની હતી અને ૨૦૧૬માં રિલીઝ થઇ હતી. એ પછી તે તેલુગુ અને તમિલ ફિલ્મોની પણ જાણીતી અભિનેત્રી બની ચુકી છે. હાલમાં તે અલ્લુ અર્જુન સાથેની ફિલ્મ પુષ્પાને કારણે ચર્ચામાં છે. તેણે પોતાની ફિલ્મ ‘પુષ્પા-ધ રાઇઝ’નો લૂક શૅર કર્યો હતો. ફોટોમાં તે નીચે જમીન પર બેસીને તૈયાર થઇ રહેલી દેખાય છે. આ ફિલ્મનો પહેલો ભાગ નાતાલના તહેવાર પર રિલીઝ થશે. રશ્મિકાએ ફિલ્માં શ્રીવલ્લી નામની છોકરીનું પાત્ર ભજવ્યું છે. નિમાર્તા નવીન યેરનેની અને વાય. રવિશંકરે દાવો કર્યો છે કે આ ફિલ્મમાં રશ્મિકા એવા અવતારમાં દેખાવાની છે જેવી તે અગાઉ કદી જાેવા મળી નથી. રશ્મિકાએ પોતાના આ પાત્રમાં ઉતરવા માટે જરાપણ કચાશ છોડી નથી. રશ્મિકાની બે હિન્દી ફિલ્મો મિશન મજનુ અને ગૂડબાય આવી રહી છે.

Follow Me:

Related Posts