fbpx
અમરેલી

રસીકરણ અભિયાનમાં અમરેલી શહેરની દરેક એન.જી.ઓ. સામાજીક સંસ્થાઓ પણ જોડાય તેવી અપીલ કરતા : મુકેશ સંઘાણી

૪પ વર્ષથી ઉપરનાં લોકોને કોરોનાં રસીકરણ આપવામાં આવશે એ નર્ણયિ ને આવકારતા શ્રી મુકેશ સંઘાણી

સમગ્ર વિશ્વમાં કોરોનાં મહામારી ચાલી રહી છે. ત્યારે ભારત દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં ૪પ વર્ષથી ઉપરનાં લોકોને પણ વેકસીનેશન આપવાનો નર્ણયિ કરેલ તેની અનુલક્ષીને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાની સુચના થી અમરેલી શહેરમાં સારહી યુથ કલબ ઓફ અમરેલી દ્રારા શહેરનાં લોકોને કોરોનાં મહામારી સામે રક્ષણ મળી રહે તે માટે નાં ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવશે ત્યારે અમરેલી શહેરની અન્ય એન.જી.ઓ.તેમજ જાહેર સંસ્થાઓ તેમજ સમાજનાં આગેવાનોને અમરેલી શહેરનાં તમામ લોકોનું આરોગ્ય સુરક્ષીત રહે તે માટે આ અભિયાનમાં જોડાવા અપીલ કરતા સારહી યુથ કલબ ઓફ અમરેલીનાં પ્રમુખ મુકેશ સંઘાણી આ અનુસંધાને તા. ૧લી એપ્રિલથી સીનીયર સીટીઝન પાર્ક અમરેલી ખાતે મેગા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવશે તો શહેરમાં રહેતા ૪પ વર્ષથી વધુ ઉમરનાં લોકોને રસીકરણ કરાવવા નમ્ર અપીલ છે તો આવો રસીકરણ કરાવીએ અને સુરક્ષીત બનીએ.

Follow Me:

Related Posts