રસી મેં અને મારા પરિવારે લીધી, આપ સૌ પણ લો કોરોનાનો એક માત્ર ઉપાય–ઉકેલ રસીકરણ દિલીપ સંઘાણીની હાકલ..જીલ્લાની જનતા રસીકરણનો લાભ ઉઠાવે
સ્વસ્થ વ્યકિત,સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ
વ્યકિત નિરોગી તો પરિવાર નિરોગી અને સમાજ નિરોગી હોવાનું જણાવી અમરેલી જીલ્લાની જનતાને કોરોનાની બિમારીનો સામનો કરવા એક માત્ર ઉપાય અને ઉકેલ રસીકરણ હોવાનું જણાવી આ સુરક્ષીત અને પ્રભાવક રસીકરણનો સમાજના સૌ કોઈ વિશાળપાયે લાભ ઉઠાવવા રાષ્ટ્રિય સહકારી આગેવાન–એન.સી.યુ.આઈ.ના ચેરમેન દિલીપ સંઘાણીએ ગાંધીનગર ખાતે સહપરિવાર વેકિસનેશન લીધા બાદ જણાવેલ હતું. સંઘાણીએ વધુમા જણાવેલ કે, જીલ્લામા સરકાર દ્રારા કે સંસ્થાકીય યોજાતા કેમ્પોમા લોકોએ અવશ્ય વેકિસનેશન કરાવવું જોઈએ તેવી આગ્રહભરી અપીલ કરી હતી.
દિલીપ સંઘાણીએ જણાવેલ કે, રસી સંદર્ભેની અફવાઓ કે, ગેરસમજણ દૂર કરી ભરોસાપાત્ર રસીકરણનો લાભ લઈ આપણે–આપણો પરિવાર–સમાજ–રાજય અને દેશની સર્વાગી સ્વસ્થતા માટે આગળ આવવા જાહેર અપીલ કરી છે.
રસીકરણ ઝુંબેશને સરકાર–સહકાર અને સંગઠનના માધ્યમથી ઘરઘર સુધી પહોચાડવા સાથે વેકિસનેશન માટે જાગૃતિ અભિયાન ચલાવવાનું આયોજન સંઘાણીના માર્ગદર્શન તળે થવા થઈ રહેલ છે જે નોંધનીય બાબત છે.
Recent Comments