ફાસ્ટ ફુડ ખાવાના ચક્કરમાં ફેસ પર ખીલ થવાની સમસ્યા વધી ગઇ છે. આજના આ સમયમાં અનેક છોકરાઓ અને છોકરીઓને મોં પર મોટા-મોટા ખીલ થતા હોય છે. ઘણાં લોકોને પરુંવાળા પણ ખીલ થતા હોય છે. જો કે આ ખીલ તમારા ચહેરાની સુંદરતાને બગાડીને મુકી દે છે.
જો તમે ખીલને ઘરેલું ઉપાયોથી દૂર કરો છો તો તમને અનેક ઘણી રાહત થાય છે. ખીલ ફેસ પર જતા થાય એટલે ફેસ ક્લિન લાગે છે અને સાથે સ્માર્ટનેસમાં પણ વધારો કરે છે. તો તમને જણાવી દઇએ એવા ઉપાયો જે તમારા ખીલને થોડા જ દિવસોમાં દૂર કરી દેશે.
મધ
મધમાં અનેક ગુણો એવા હોય છે જે તમારી સ્કિન અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મધમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે સ્કિનની અનેક તકલીફોને દૂર કરવાની તાકાત ધરાવે છે. એક ચમચી મધમાં એક લસણની કળી નાંખો અને આ કળીને મોં પર હળવા હાથે ધસો. ત્યારબાદ ચહેરો ધોઇ લો. આ પ્રોસેસ તમે દરરોજ કરો છો તો મોં પરના ખીલ દૂર થાય છે.
દહીં
દહીંમાં રહેલી તાકાત તમારા ખીલને ચપટીમાં દૂર કરી દે છે. બે ચમચી દહીંમાં અડધી ચમચી સોડા ઉમેરો અને પછી આ મિશ્રણને બરાબર હલાવી દો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવો અને પછી મોં ધોઇ લો. જો તમે રેગ્યુલર આ મિશ્રણ ચહેરા પર લગાવશો તો તમારા બધા ખીલ દૂર થઇ જશે.
લીંબુ
વજન ઉતારવાથી લઇને અનેક સમસ્યાઓને દૂર કરવા માટે લીંબુનો રસ અક્સીર ઉપાય છે. લીંબુમાં વિટામીન સી હોવાથી એ સ્કિનને ક્લિન કરવાનું કામ કરે છે. જો તમે લીંબુના રસમાં એક ચમચી ફુદીનાનો રસ મિક્સ કરીને તમે મોં પર લગાવો છો તો તમારા બધા ખીલ દૂર થઇ જશે.c


















Recent Comments