રાજ્યમાં ગુનેગારોને કે શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવા માટે પોલીસ પહેલા હ્યૂુમન ઇન્ટેલીજન્સ પર આધારિત હતી. પરંતુ, હવે ટેકનોલોજી અપડેટ થતા આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ આધુનિક ટેકનોલોજી અપનાવી રહી છે. જેમાં ગુજરાત પોલીસનો ઇ ગુજ કોપ પ્રોજેક્ટ સૌથી સફળ રહ્યો છે. તો સીસીટીવી પ્રોજેક્ટના કારણે પણ અનેક ગુનાઓ ઉકેલવામાં ાં સફળતા મળી છે.જાે કે હવે સીસીટીવી પ્રોજેક્ટ અને ઇ ગુજ કોપ પ્રોજેક્ટ ઉપરાંત, વિશ્વાસ નેત્રમ પ્રોજક્ટ હેઠળ ફેસ રેકગનાઇઝેશન સિસ્ટમ પણ શરુ કરવાની કામગીરી અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગાંધીનગર શહેરમાં ફેસ રેકગનાઇઝેશન સિસ્ટમનું ટેસ્ટીંગ શરુ કરાયું છે. જેમાં ફેસ રેકગનાઇઝેશન સોફ્ટવેરને ઇ ગુજ કોપ સાથે જાેડવામાં આવશ અને તેના આધારે રસ્તા પર લાગેલા સીસીટીવીમાં શંકાસ્પદ વ્યક્તિના ચહેરાને ફેસ રેકગનાઇઝેશન સોફ્ટવેર અલગ તારવશે અને ગણતરીની ક્ષણોમાં ઇ ગુજ કોપ સાથેના ડેટા સાથે ચહેરાને મેચ કરીને શંકાસ્પદ વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ પણ આપશે. ેજેથી ફેસ રેકગનાઇઝેશન સોફ્ટવેરની મદદથી શંકાસ્પદ વ્યક્તિને ઝડપી શકાશે. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ હેઠળ ફેસ રેકગનાઇઝેશન સોફ્ટવેરનું ટેસ્ટીંગ ગાંધીનગર સેક્ટર-૨૪-૨૭ ખાતે શરુ કરાયું છે. જેમાં પોલીસ કંટ્રોલ રુમના સમગ્ર ગાંધીનગરના રસ્તા પર લાગેલા સીસીટીવી સાથે ફેઇસ રેકગનાઇઝેશન સોફ્ટવેર અને ઇ ગુજકોપ જાેડવામાં આવ્યું છે. આ સોફ્ટવેર ની મદદથી શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લેવામાં સફળતા મળશે. આ પ્રોજેક્ટનું ટેસ્ટીંગ હાલ ગાંધીનગર ખાતે ચાલી રહ્યું છે. અને આ રિપોટ બાદ સમગ્ર ગુજરાતમાં તેના અમલ માટે કામગીરી કરાશે. જેને રાજ્યના ે ૧.૨૫ લાખ સીસીટીવી કેમેરાથી જાેડવામાં આવશે. જયારે ગંાંધીનગરમા ૩૦૦ કેમેરા છે.આ પ્રોજેક્ટ રુપિયા ૮૦૦ કરોડનું માતબર બજેટ ફાળવવાનું આયોજન છે.આ પ્રોજેક્ટના અમલ માટે ઇ ગુજ કોપના ડેટાને ફેસ રેકગનાઇઝેશન સોફ્ટવેર સાથે જાેડવામાં આવશે.પોલીસ અધિકારીએ ઉમેર્યું કે હાલ પોલીસ કંટ્રોલ રુમ સાથે જાેડાયેલા સીસીટીવી નેટવર્કનો નો ઉપયોગ કરીને ટ્રાફિકની ધ્યાન કેન્દ્રીત કરે છે. જાે કે આ સિસ્ટમથીહવે, શકાસ્પદ લોકોેને અલગ તારવવામાં અને તેમને ઝડપી લેવાની કામગીરી પણ કરાશે. તો લાપતા લોકો સુધી પહોંચી શકાશે.તો અન્ય ગુનાઆ ભેદ ઉકેલવામાં મદદ કરશે. તેના આધારે રસ્તા પર લાગેલા સીસીટીવીમાં શંકાસ્પદ વ્યક્તિના ચહેરાને ફેસ રેકગનાઇઝેશન સોફ્ટવેર અલગ તારવશે અને ગણતરીની ક્ષણોમાં ઇ ગુજ કોપ સાથેના ડેટા સાથે ચહેરાને મેચ કરીને શંકાસ્પદ વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ પણ આપશે. ેજેથી ફેસ રેકગનાઇઝેશન સોફ્ટવેરની મદદથી શંકાસ્પદ વ્યક્તિને ઝડપી શકાશે.રાજ્યમાં બનતા ગુનાઓને કાબુમા ંલેવા માટે અને શંકાસ્પદ આરોપીઓને ઝડપી લેવા માટે સરકારના ગૃહ વિભાગ દ્વારા અનેક પ્રોજેક્ટ અમલમાં મુકાયા છે. જેમાં સીસીટીવી પ્રોજેક્ટની સાથે ઇ ગુજ કોપ પ્રોજેક્ટ મહત્વનોે છ. ત્યારે હવે ગૃહવિભાગ ફેસ રેકગનાઇઝેશન પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે. જેનું ટેસ્ટીંગ ગાંધીનગરથી શરુ કરાયું છે. આ પ્રોજેક્ટમાં મુખ્ય માર્ગના સીસીટીવી સાથઇ ગુજ કોપઅને ે ફેસ ટેગર નામના સોફ્ટવેરને જાેડવામાં આવ્યું છે. જેમાં સીસીટીવીની મદદથી ફેસ ટેગર કોઇ શંકાસ્પદ વ્યક્તિના ચહેરાને ઇ ગુજકોપ સાથેના ડેટા સાથે મેળવીને શંકાસ્પદ વ્યક્તિને ઓળખી બતાવશે. હાલ સોફ્ટવેરનો પ્રયોગ ગાંધીનગર ખાતે શરુ કરાયો છે. જે સફળ થતા તેનો અમલ વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ગુજરાતમાં કરાશે.
રસ્તા પર લાગેલા સીસીટીવીમાં શંકાસ્પદ વ્યક્તિના ચહેરાને ફેસ રેકગનાઇઝેશન સોફ્ટવેર અલગ તારવશે


















Recent Comments