રાંદેરમાં રાજીવનગર ખાતે વૃદ્ધ પારસીની માલિકીની કરોડોની કિંમતની જમીનમાં ૧૫૦ વારની જગ્યા પર ડ્રગ્સમાફીયા અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલાએ ગેરકાયદે કબજાે કરી પોતાનું પાકું ઘર બનાવી દીધું હતું. પારસી કેરમાન લાકડાવાલાની તબિયતથી લાચાર હોય અને જીવને જાેખમ હોય જેથી તેઓ અલ્લારખા ઉર્ફે લાલા સામે કાયદેસરની કાર્યવાહી કરી શકતા ન હતા. ડ્રગ્સમાફીયા અલ્લારખાએ આ જગ્યા પર ગેરકાયદે કબજાે કર્યો હોવાની બાબત પોલીસને ધ્યાન આવી હતી.
આથી ક્રાઇમબ્રાંચ દશેરાના દિવસે અલ્લારખાનું ઘર જેસીબીથી તોડી પાડી ડિમોલીશન કરી નાખ્યું હતું અને પારસી કેરમાન લાકડાવાલાને તે જગ્યાનો કબજાે અપાવ્યો હતો. રાંદેરના કુખ્યાત અલ્લારખા ઉર્ફે લાલા બરફ અને તેના બે સાગરિતોને ૨૩મી તારીખે ક્રાઇમબ્રાંચે ૭.૮૨ લાખના એમડી ડ્રગ્સ સાથે પર્વત પાટિયાની ડી.આર.વર્લ્ડ મોલના ત્રીજા માળે હોટેલ ફાન્સ(ઓયો)માં રૂમમાંથી પકડી પાડયા હતા. ડ્રગ્સમાફીયા અલ્લારખા સામે અલગ અલગ પ્રકારના ૩૮ ગુનાઓ નોંધાયેલા છે.
Recent Comments