મુંબઈ પોલીસે ફિલ્મ એક્ટ્રેલ રાખી સાવંત અને ફાલ્ગુની બ્રહ્મભટ્ટની સામે કેસ દાખલ કર્યો છે. એક એક્ટ્રેસ દ્વારા ફરિયાદ કર્યા બાદ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશન ખાતે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે, રાખી સાવંત અને ફાલ્ગુની બ્રહ્મભટ્ટે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણીનો અશ્લિલ વીડિયો બતાવીને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. ફરિયાદ બાદ પોલીસે છેડતી અને આઈટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, શાર્લીન ચોપડા દ્વારા રાખી સાવંત સામે જુહૂ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. અને અંબોલી પોલીસ સ્ટેશનમાં તેણે અન્ય કોઈ એક્ટ્રેસ સામે પણ ફરિયાદ નોંધી હતી. જણાવી દઈએ કે, રાખી સાવંત અને શાર્લીન ચોપડાનો ઓનલાઈન ઝઘડો ચાલી રહ્યો છે.
જ્યારથી સાજિદ ખાને બિગબોસના ઘરમાં પ્રવેશ કર્યો ત્યારથી શાર્લીન તેની સામે સક્રિય થઈ છે અને ઈંસ્ી્ર્ર્ આરોપી સાજિદ ખાન સામે સજાની માંગ કરી રહી છે. ત્યારે રાખી સાવંત સાજિદના સમર્થનમાં આવી હતી અને તેણીએ શાર્લીન ચોપડા વિશે ઘણી વાતો કહી હતી. રાખીના વિરોધ બાદ શાર્લીન ચોપડા દ્વારા પણ પૈપરાઝી સામે રાખીના વીડિયોની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેણીએ પૈપરાઝીને જણાવ્યુ હતું કે મારી લડાઈ રાખી સામે નહીં, યૌન શોષણ સામે હતી, રાખી જબરદસ્તી વચ્ચે કૂદી રહી છે.


















Recent Comments