fbpx
બોલિવૂડ

રાખી સાવંતે હું પોતે તોફાન છું કહી બિપોરજાેય વાવાઝોડાની મજાક ઉડાવી

ચક્રવાતી તોફાન બિપોરજાેયના કારણે ગુજરાતમાં ભારે તબાહી મચી છે. જાે કે, તેની ચાલ હવે પહેલાથી તો ઘટી ગઈ છે, પણ ખતરો હજુ પણ ટળ્યો નથી. હવે તે રાજસ્થાન તરફ જતું દેખાઈ રહ્યું છે. જ્યાં તોફાનના કારણે લાખો લોકોએ પોતાનું ઘર છોડી શેલ્ટર હોમમાં આસરો લીધો છે. તો વળી બીજી તરફ એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. તો વળી બોલીવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંતે આ તોફાનને લઈને મજાક કરી છે. જેને જાેયા બાદ લોકો ખૂબ નારાજ થયા છે અને તેને સોશિયલ મીડિયા પર ફટકાર લગાવી રહ્યા છે. હકીકતમાં જાેઈએ તો, સાઈક્લોનના કારણે મુંબઈમાં એલર્ટ છે. ઠેર ઠેર સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી છે. આ દરમ્યાન રાખીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે મુંબઈના રસ્તા પર અચાનક ગાડીમાંથી ઉતરીને અજીબોગરીબ હરકત કરી રહી છે. તે એકદમ ભાગવા લાગે છે અને ભયાનક રીતે પોતાનું માથું અને હાથ હલાવી રહી છે. લોકોએ તેની આવી અજીબોગરીબ હરકત જાેઈને હેરાન રહી ગયા હતા અને પુછે છે કે અરે આપને શું થયું? તો તેના પર રાખી કહે છે કે હું સાઈક્લોન છું, હું ચક્રવાત છું, હું તોફાન છું, જે મુંબઈમાં તોફાન આવવાનું હતું તે આવી ચુક્યું છે, રાખીનો આ વીડિયો જેવો સોશિયલ મીડિયા પર વાયરલ થયો કે, લોકો ભડકી ગયા. તેમણે રાખીને સીધી રીતે રહેવાની સલાહ પણ આપી છે. અમુક લોકોએ કહ્યું કે, આ તોફાન તને પણ સાથે લઈ જતું તો સારુ થાત. કોઈએ લખ્યું કે, રાખી ખુદ એક તોફાન છે, તેની આગળ કોઈ તોફાન નથી, તો વળી કોઈએ લખ્યું કે, અરે રાખીનું છટકી ગયું છે, તે આટલા ગંભીર વિષય પર મજાક કેવી રીતે બનાવી શકે. તો અન્યએ લખ્યું કે, રાખીની વધું એક શરમજનક હરકત.

Follow Me:

Related Posts