fbpx
બોલિવૂડ

રાખી સાવંત ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી, એક્ટ્રેસની હાલત જાેઈ યુઝર્સ કહ્યું,”આવું જાેઈ નથી શકતાં…”

રાખી સાવંતની માતા જયા સાવંતનું શનિવારે નિધન થયું હતું. બિગ બોસ ફેમ એક્ટ્રેસની માતા લાંબા સમયથી બીમાર હતી, જેની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જયા સાવંત કેન્સર અને બ્રેઇન ટ્યૂમરથી પીડિત હતી. પરંતુ, શનિવારે સાંજે મુંબઈમાં જીવલેણ બીમારી સાથે લાંબી લડાઈ પછી, તેણીએ આ દુનિયાને અલવિદા કહ્યું. રાખી અને તેણીના મિત્રએ મીડિયાને આ સમાચારની પુષ્ટિ કરી. રાખી તેની અંતિમ ક્ષણોમાં તેની માતા સાથે હતી, પરંતુ હવે જયા આ દુનિયામાં નથી, આ સાથે રાખી સાવંત પણ તૂટી ગઈ છે.

જ્યારે રાખી સાવંત તેની માતાનો મૃતદેહ લઈને હોસ્પિટલની બહાર આવી ત્યારે તે રડતી જાેવા મળી હતી. હોસ્પિટલમાંથી રાખી સાવંતનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે રડતી જાેવા મળી રહી છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે, જેમાં સાડી પહેરેલી રાખી તેની માતાના મૃતદેહ સાથે હોસ્પિટલની બહાર નીકળી રહી છે. આ દરમિયાન રાખી સાવંત ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તે પોતાની જાતને સંભાળી શકતી ન હતો. આવી સ્થિતિમાં તે રડવા લાગી. રડતી વખતે તે સતત કહી રહી હતી કે ‘મા મરી ગઈ, મારી મા…’ રાખીને આ હાલતમાં જાેઈને તેની સાથે હાજર અન્ય લોકો પણ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા હતાં. વળી, નેટિઝન્સ પણ તેણીનો આ હાલ જાેઈ શકતા નથી.

ઘણા યુઝર્સે રાખીના આ વીડિયો પર કોમેન્ટ કરીને સંવેદના વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં રાખી સાવંતે ખુલાસો કર્યો હતો કે તેની માતાને બ્રેઈન ટ્યુમર છે. આ કારણે તે બિગ બોસ મરાઠીના ઘરમાંથી બહાર આવી હતી. પોતાની માતાની સ્થિતિ વિશે વાત કરતાં રાખીએ કહ્યું હતું કે, ‘હું ગઈકાલે રાત્રે બિગ બોસના ઘરમાંથી બહાર આવી છું અને મને તમારા આશીર્વાદની ખરેખર જરૂર છે. મારી માતાની તબિયત સારી નથી. તે હોસ્પિટલમાં દાખલ છે. કૃપા કરીને તેમના માટે પ્રાર્થના કરો.

Follow Me:

Related Posts