ગુજરાત રાજ્ય સહિત દેશમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ચુંટણીઓ પહેલા અથવા ચુંટણીની જાહેરાતો થાય એટલે નેતાઓ, પ્રતિનિધિઓ, પક્ષના કાર્યકર્તાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જતા રહે છે અને પોતાની વાત મનાવવાની કોશિષ કરે છે કોઈને હોદ્દો જાેઈએ છે પણ ન મળતા કે પછી કોઈને ટિકીટ જાેઈએ છે એટલે તો કોઈને પોતાના સગાસંબંધી માટે ટિકિટ જાેઈએ છે તો કોઈને પોતાના કોઈ કાર્ય કરાવવા માટે લોકો એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં પક્ષ પલ્ટો કરે છે અને પોતાની વાત મનાવે છે અથવા અન્ય પક્ષમાં જઈ ત્યાં પોતાની વાત રજુઆત કરે અને તે ચુંટણી હોવાને કારણે અન્ય પાર્ટી દ્વારા તે સંતોષવાની વાત આવે તેથી પક્ષ પલ્ટો કરે છે આમ જ ગાંધીનગર મનપાની ચુંટણી જે કોરોનાના કારણે અટકેલી હતી તેની જાહેરાત થતા હવે ગાંધીનગરમાં પણ રાજકારણ ગરમાયું છે લોકો પોતાના કાર્ય અને અધિકારીઓ કર્મચારીઓ મોટા નેતાઓને પોતાની કે અન્ય સગાસંબંધીને ટીકિટ મલે કે પછી પોતાની કોઈ વાતનું નિરાકરણ ન લાવે તો તે પાર્ટી છોડી અન્ય પાર્ટીમાં સામીલ થઈ જાય છે.
તેવી જ રીતે ગાંધીનગરનાં પેથાપુર ગામના પૂર્વ નગરપતિ રણજીતસિંહ વાઘેલાએ ગઈકાલે જ ભાજપ વિરોધી બળાપો કાઢી ભાજપને આડે હાથ લેવામાં આવ્યું હતું. જે અન્વયે તેમણે એક સંદેશો વહેતો કરાયો હતો. જેમાં પેથાપુરની જનતાને જણાવાયું હતું કે, વર્ષ ૨૦૦૫માં ભાજપની નગરપાલિકા બનાવી અને વર્ષ ૨૦૧૩માં ફરીથી નગરપાલિકા બનાવી તેમજ ૨૦૧૬માં પણ નગરપાલિકા બનાવી હતી. તે પછી પણ ચુંટણીમાં એસ.સી.ની સિટ હોવાથી પેટા ચૂંટણીમાં તન મન ધન થી ખર્ચો કરી નગરપાલિકા બનાવી હતી. આ પેટા ચૂંટણીમાં હાલના આયાતી ચારેય ઉમેદવારોએ કાૅંગ્રેસને જીતાડી હતી.છતાં,મારા પ્રયત્નથી મેં પેથાપુર નગરપાલિકા ભાજપ શાસિત કરી હતી. ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો આવી હતો. પેથાપુરનાં પૂર્વ નગરપતિ રણજીત સિંહ વાઘેલાએ પોતાની થતી અવગણના પગલે ભાજપ નો ભગવો ઉતારીને આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડી લીધું છે. જેનાં કારણે ભાજપ છાવણીમાં સોપો પડી જવા પામ્યો છે. આ સિવાય પણ નગરના અગ્રણી બિલ્ડર ઋતુરાજસિંહ હાડા તેમજ કોલવડા નાં ફાયનાન્સર વિજય સિંહ વાઘેલા પણ આમ આદમી પાર્ટીમાં જાેડાઈ ગયા હતા. ત્યારે પૂર્વ નગરપતિએ ભાજપ થી છેડો ફાડી દેતા આગામી દિવસોમાં વધુ લોકો ભાજપને અલવિદા કરી દે તો નવાઈ નહીં. વોર્ડ-૨માં ભાજપ-કોંગ્રેસના ૪-૪, આપના ૩ અને ૨ે અપક્ષ મળીને કુલ ૧૩ ઉમેદવાર છે.
જેમાં આપના ઉમેદવારો કોંગી ઉમદેવારો કરતાં વધુ હોવાનું કહેવાય છે. ઉમદેવારોએ દ્વારા આરોગ્ય કેમ્પ, ઘરે-ઘરે જઈને મેડિકલ ચેકઅપ, રસ્તા પરના ખાડા જાતે પુરાણ કરવા, ગટરની સમસ્યા મુદ્દે રજૂઆતો સહિતના કામગીરી કરાઈ છે.ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણીને ૧૯ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે અત્યાર સુધી તન મન ધનથી ખર્ચ કરીને ભાજપને સત્તા અપાવવા સક્રિય ભૂમિકા અદા કરનાર પેથાપુરનાં પૂર્વ નગરપતિ રણજીતસિંહ વાઘેલાએ ભગવો ઉતારી દઈ આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડી ભાજપને રામ રામ કરી દેતા ભાજપ છાવણીમાં સોપો પડી જવા પામ્યો છે. ત્યારે ચૂંટણી ટાણે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એવામાં કોંગ્રેસને ઊંઘતી રાખી આમ આદમી પાર્ટીએ દિગ્ગજ નેતાની વિકેટ પાડી દેતા ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મેં વર્ષ ૨૦૦૧થી લઈને ૨૦૨૦ સુધી પેથાપુરમાં પીવાના પાણીના ૭ ટ્યુબવેલ, પેથાપુર વિસ્તારની તમામ જર્જરિત શાળાઓ રીપેરીંગ કરીને નવીનીકરણ કર્યું હતું.
તેમજ પેથાપુર નગરમાં ઘરે ઘરે ટોયલેટો કુલ ૨૫૦૦ જેટલા બનાવી મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્ર મેળવ્યું હતું. પછાત વિસ્તારોમાં ૧૩ જેટલી આંગણવાડી બનાવી, પેથાપુરને ઉકરડો અને રોગચાળાનું ઘર બનાવતી ડંપિંગ સાઇટને અગ્રણીઓના સાથ સહકાર અને સરકારને રજુઆત કરી અટકાવી દીધી હતી. અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં વસ્તીની વચ્ચેની ડંપિંગ સાઇટો પણ હજુ સુધી કોઈથી હટી શકી નથી. જે આપણે કરી શક્યા છીએ.મારા પ્રયાસોથી રામપીરની સમાજ વાડી,નવા ડેલાની બાજુમાં દિપો માતાએ સમાંજવાડી,પાલૈયા, તેમજ મૂળચંદ પાર્કમાં વાડી બનાવી આટલા બધા વિકાસના કામોના અંતે ભારતીય જનતા પાર્ટી મજબૂત થતા કિન્નખોર લોકોએ મારી પ્રામાણિકતા ને બદનામ કરવા પાર્ટી વિરોધી વ્યક્તિઓને ટિકિટો આપી સમગ્ર પેથાપુર નગરજનોનું અપમાન અને અવમૂલ્યન કર્યું છે.
Recent Comments