ગુજરાત

રાજકારણ ગરમાયુ – રામ મંદિર મુદ્દે ભરતસિંહના નિવેદન બાદ સીઆર પાટીલનો સણસણતો જવાબ તેમનું મેન્ટલ હોસ્પિટલ ચેકએપ કરાવો

રામ મંદિર મુદ્દે ભરતસિંહના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ભરત સિંહ સોલંકી કોંગ્રેસ નેતાઓ રામ મંદિર મુદ્દે ગઈ કાલે જે નિવેદન કર્યું હતું તે બાદ સીઆર પાટીલે  સણસણતો જવાબ આ મુદ્દે આપ્યો હતો અને સીઆર પાટીલે કહ્યું હતું કે, તાકાત હોય તો અન્ય ધર્મના લોકો વિશે બોલી જુઓ. વડોદરા ખાતે આયોજિક એક કાર્યક્રમની અંદર ભરતસિંહના નિવેદનનો જવાબ સીઆર પાટીલે આપ્યો હતો.  
ભરતસિંહને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈને તેમનું ચેકઅપ કરાવવું જોઈએ. તેઓ હિન્દુઓની લાગણી વારંવાર કેમ દુભાવે છે તાકાત હોય તો અન્ય ધર્મના લોકો વિશે બોલીને બતાવે તેમ સીઆર પાટીલે વળતો જવાબ આપ્યો હતો.

કોંગ્રેસનું ઓબીસીનું સંમેલન કે જ્યાં ગઈ કાલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, રામ મંદિર માટે ઉઘરાવેલી ઈંટો પર શ્વાન પેશાબ કરતા હતા. આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપતા ગઈ કાલે આ નિવેદન બાદ ભાજપના અન્ય નેતાઓએ પણ તેને લઈને પ્રત્યુતર આપ્યો હતો. ત્યારે સીઆર પાટીલે આ મુદ્દે વડોદરામાં જાહેર સભાની અંદર સીઆર પાટીલે ભાજપના કાર્યક્રમની અંદર આ વાત કહી હતી. 

જાહેર કાર્યક્રમ મંચ પર ભરતસિંહ સોલંકીએ રામ મંદિરનો રાગ આલાપ્યો હતો અને ના સભ્ય સમાજમાં ના શોભે તે પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તે બાદ સીઆર પાટીલ પ્રદેશ ભાજપ ગુજરાત અધ્યક્ષ આ નિવેદનથી બોખલાયા હતા અને ભરતસિંહને મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરવા માટે કહ્યું હતું. અગાઉ પણ પાટીલે કોંગ્રેસને ડુબતુ ટાઈટનીક કહ્યું હતું.

Related Posts