fbpx
બોલિવૂડ

રાજકુમાર રાવે પોતાની આગામી ફિલ્મ ‘ભીડ’નું શૂટિંગ પૂર્ણ કર્યું

રાજકુમાર રાવે અનુભવ સિન્હા સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટો શેર કરતા તેણે લખ્યું કે,ભીડ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું. અનુભવ સર સાથે કામ કરવાનું કેટલું અદ્ભુત લાગ્યુ તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તમે એક અદ્ભુત વ્યક્તિ અને પ્રતિભાશાળી ફિલ્મ નિર્માતા છો. આ ભીડ ફિલ્મમાં મને એક સારો મિત્ર મળ્યો છે. ‘ભીડ’ એક સામાજિક ડ્રામા ફિલ્મ છે. જેમાં રાજકુમારની સાથે ભૂમિ પેડનેકર લીડ રોલમાં જાેવા મળશે. તમને જણાવવુ રહ્યુ કે, ભીડ સિવાય બંને આગામી ફિલ્મ ‘બધાઈ દો’માં પણ સાથે જાેવા મળશે. ભૂષણ કુમાર સાથે અનુભવ સિન્હા દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

અનુભવ સિન્હા સાથે કામ કરવા અંગે રાજકુમાર રાવે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, હું અનુભવ સિન્હા સાથે કામ કરીને સારૂ અનુભવી રહ્યો છું. તેની સાથે કામ કરવું એ સન્માનની વાત છે. તેની પાસે એક અલગ અવાજ છે. આ ફિલ્મમાં મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનો મોકો મળ્યો રાજકુમાર રાવ ટૂંક સમયમાં ‘બધાઈ દો’માં જાેવા મળશે. અભિનેતા છેલ્લે ‘હમ દો હમારા દો’ ફિલ્મમાં જાેવા મળ્યા હતા. આ ફિલ્મ ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. હમ દો હમારે દો માં રાજકુમાર સાથે કૃતિ સેનન, પરેશ રાવલ અને રત્ના પાઠક શાહ મહત્વની ભૂમિકામાં જાેવા મળ્યા હતા.અંગત જીવનની વાત કરીએ તો રાજકુમાર રાવ અને પત્રલેખાએ ૧૫ નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા.

બંનેના લગ્નમાં અમુક ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા. રાજકુમાર અને પત્રલેખાના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી.બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે તાજેતરમાં જ તેની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી અભિનેતા રાજકુમાર રાવ કામ પર પાછા ફર્યા હતા. જેના કારણે તે હનીમૂન માટે પણ જઈ શક્યા નહોતા. રાજકુમાર રાવ અનુભવ સિન્હાની આગામી ફિલ્મ ભીડમાં જાેવા મળશે.ત્યારે રાજકુમારે તેની આગામી ફિલ્મ ‘ભીડ’નું શૂટિંગ પૂર્ણ કર્યુ છે,તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી છે અને ખુશી પણ વ્યક્ત કરી છે. સાથે જ અભિનેતા રાજકુમારે અનુભવ સિન્હાના વખાણ કર્યા છે.

Follow Me:

Related Posts