રાજ કુમાર રાવ અને જાહ્નવી કપૂરનો અવાજ પણ સાંભળવા મળે છે. જેમાં તેઓ કહેતા સાંભળવા મળે છે કે, ક્ભી-કભી એક સપના પૂરા કરનેકે લિયે દો લોગોંકી જરૃરત પડતી હૈ. આ મોશન પોસ્ટરને સોશિયલ મીડિયાપર શેર કરીને કરણ જાેહરે કેપ્શન લખ્યું છે કે, એક સ્વપ્નને બે દિલે પસંદ કર્યું. પેશ હૈ મિસ્ટર એન્ડ મિસિસ માહી. શરણ શર્મા દ્વારા દિગ્દર્શિત ૭ ઓકટોબર ૨૦૨૨ના રોજ રીલિઝ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર આ પહેલા ફિલ્મ રુહીમાં જાેવા મળ્યા હતા. નિર્માતા-દિગ્દર્શક કરણ જાેહરે સોમવારે સાંજેપોતાના પ્રોડકશન હાઉસ ધર્મા પ્રોડકશનની આગામી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસીસ માહીની ઘોષણા કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક મોશન પોસ્ટર શેર કરીને આ જાણકારી આપી છે. સોશ્યલ મીડિયા પરના આ વીડિયોમાં ફિલ્મના પાત્રો વિશે જણાવામાં આવ્યું છે. મોશનપોસ્ટર જાેઇને જાણવા મળે છે કે કરણની આગામી ફિલ્મની વાર્તા ક્રિકેટ સાથે જાેડાયેલી છે. વીડિયોમાં ક્રિકેટની કોમેન્ટ્રી પણ સાંભળવા મળે છે. ફિલ્મમાં્રાજકુમાર રાવ મહેન્દ્ર સિંહ ધોનીના રોલમાં જાેવા મળશે. જ્યારે જાહ્નવી કપૂર પણ આ ફિલ્મમાં મહત્વના પાત્રમાં જાેવા મળવાની છે.
રાજકુમાર રાવ અને જહાન્વી કપૂર કરણ જાેહરની ફિલ્મમાં જાેવા મળશે

Recent Comments