fbpx
બોલિવૂડ

રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નની મહેંદી સેરેમનીમાં હુમા કુરેશી પહોંચી

રાજકુમાર રાવ અને પત્રલેખા ઘણા વર્ષોથી એકબીજા સાથે સંબંધમાં છે. બંનેએ સિટીલાઇટ ફિલ્મમાં પણ સાથે કામ કર્યું છે. આ બંનેની ગણતરી બોલિવૂડના ખાસ કપલમાં થાય છે. રાજકુમાર ગમે તેટલા વ્યસ્ત હોય, તે પત્રલેખા સાથે સમય પસાર કરવાની તક છોડતો નથી. દરેક લોકો આ કપલના લગ્નની તસવીરોની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.અભિનેત્રી હુમા કુરેશી, રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નના બે દિવસ પહેલા ચંદીગઢ પહોંચી ગઈ છે. હુમા અને પત્રલેખા સારા મિત્રો છે. એટલા માટે તે દિલ્હીથી કારમાં ચંદીગઢ જવા રવાના થઈ છે. બોલીવુડમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. જ્યાં જુઓ ત્યાંથી લગ્નના સમાચાર આવી રહ્યા છે.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નને લઈને ઘણા સમાચાર આવી રહ્યા છે ત્યારે હવે તાજા સમાચાર રાજકુમાર રાવ અને તેની ગર્લફ્રેન્ડ પત્રલેખાના લગ્નને લઈને આવ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તેમના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. અભિનેત્રી હુમા કુરેશી રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નના બે દિવસ પહેલા ચંદીગઢ પહોંચી ગઈ છે. હુમા અને પત્રલેખા સારા મિત્રો છે. એટલા માટે તે દિલ્હીથી કારમાં ચંદીગઢ જવા રવાના થઈ છે. રાજકુમાર રાવના લગ્નને સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવાના પ્રયાસો ચાલુ છે, હજુ સુધી આવી કોઈ માહિતી જાહેરમાં આવી નથી. ૧૪ નવેમ્બરે રાજકુમાર રાવ અને પત્રલેખા ચંદીગઢમાં લગ્ન કરશે. સમાચાર અનુસાર, જયપુરમાં કેટલીક જગ્યાઓ પસંદ કરવામાં આવી હતી,

પરંતુ કોઈ જગ્યા ફાઇનલ ન થતા તેમણે ચંદીગઢને ફાઈનલ કરી લીધું છે. ૩ દિવસ સુધી લગ્નના ફંકશનમાં ધમાલ જાેવા મળશે. શનિવારે મહેંદી સેરેમની બાદ રવિવારે લગ્ન થશે અને ત્યારબાદ સોમવારના રોજ પોસ્ટ વેડિંગ સેરેમની રાખવામાં આવી છે. લગ્નમાં આમંત્રિત મહેમાનો રવિવારે ચંદીગઢ પહોંચશે. આ લગ્નમાં બહુ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે કારણ કે આ લગ્નને ખાનગી રાખવામાં આવી રહ્યા છે. બોલિવૂડના આવા ઘણા દિગ્દર્શકો અને કલાકારો સામેલ હોઈ શકે છે જે રાજકુમાર રાવ અને પત્રલેખાની નજીક છે. હુમા કુરેશી લગ્નમાં પહોંચી ચૂકી છે, માનવામાં આવે છે કે હંસલ મહેતા સહિત અન્ય કેટલાક દિગ્ગજ દિગ્દર્શકો લગ્નમાં હાજરી આપશે.

Follow Me:

Related Posts