fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટથી થોડે દૂર શિક્ષણ અને આરોગ્યધામ બનશે: નરેશ પટેલ

ખોડધામમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવવામાં આવશે. ૨૦૨૨ પછી રાજકોટ ૨૫ કિમિ દૂર અમરેલી ગામમાં શિક્ષણ અને આરોગ્યધામ બનશે. અમરેલી ગામમાં ખોડલધામ મંદિરે જમીન લીધી. વાર બપોર સાંજ માતાજીની આરાધના થાય છે. મેગેજીન પણ પ્રસારિત થાય છે. ખોડલધામ ચેરમેન નરેશ પટેલની મોટી જાહેરાત, દરેક સમાજના મહાપુરુષો પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,દરેક વર્ષે કાર્યક્રમ થયા. જે ઉત્સવો ઉજવણી થઈ તે સૌ સાક્ષી છે. ખોડલધામ પરિસર માં ઘણા રેકોર્ડ પ્રસ્તાવિત થતા રહ્યા છે. ગિનિસ બુક…. લિમ્કા બુક…. ગોલ્ડન બુક… વગેરે મળ્યા છે. ૨૦૧૭માં સવારે ૪ વાગ્યે રાજકોટથી પૂર્વ સીએમ કેશુભાઈ પટેલે પ્રતિમા પ્રસ્થાપિત કરી હતી.

લાખો ટુ વહીલર એક પણ અણબનાવ વગર અહીં પહોંચ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટની ઓફિસમાં એક ઓફિસ ખેડૂતો માટે પણ બનાવવામાં આવી. ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરવાનું આયોજન છે. રાજકોટથી ૨૫ કિલોમીટર દૂર અમરેલી ગામે શિક્ષણ અને આરોગ્ય ધામ બનાવવામાં આવશે.. અમરેલી ગામમાં ખોડલધામ ટ્રસ્ટ જમીન ખરીદી. લોકોએ સામાજિક પ્રસન્નગો સાદાઈથી ઉજવણી કરવી જાેઈએ. કોરોનાએ આપણને સાદાઈથી જીવન જીવતા શીખવ્યું. ખોડલધામ ચેરમેન નરેશ પટેલે મા ખોડલનાં દર્શન કર્યાં હતાં. તેમણે ટ્રસ્ટીઓ સાથે વહેલી સવારની મંગળા આરતીમાં ભાગ લીધો હતો.ખોડલધામમાં વહેલી સવારથી જ મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. મંદિરના પટાંગણને રંગોળી અને મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું છે. ૯ વાગે નરેશ પટેલ મહાઆરતી કરી હતી.

ખોડલધામ મંદિરની યજ્ઞ શાળામાં મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. હરજીભાઈ ટિબડિયા તથા તેમનાં પત્ની સહિત પરિવાર યજ્ઞમાં બેઠાં હતા. તેઓ રાજકોટ જિલ્લાના પડધરીના તાલુકાના ગઢડા ગામના રહેવાસી છે. તેઓ ખોડલધામ મંદિરના શિલાયન્સ વખતે પણ યજ્ઞમાં બેઠા હતા. આ ભવ્ય કાર્યક્રમનું આજે સવારે ૯ કલાકે લાઈવ પ્રસારણ થયું હતું.ખોડલધામ મંદિરમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠાને ૨૧ જાન્યુઆરીના રોજ પાંચ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, ત્યારે આજે ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાયો છે. જ્યાં ચેરમેન પ્રમુખ નરેશ પટેલે સમાજના લોકોને સંબોધતાં જણાવ્યું હતું કે, દરેક સમાજનું આમારા પર ઋણ છે, દરેક સમાજના મહાપુરુષોની પ્રતિમા આ સંકુલમાં બનશે.

રાજકોટથી ૨૦ કિ.મી. દૂર પડધરી પાસે અમરેલી ગામમાં ૫૦ એકર જગ્યામાં શિક્ષણ અને આરોગ્યધામ બનશે. જે ગુજરાતનું રોલ મોડલ હશે.ખોડલધામ મંદિરે ઘણા રેકોર્ડ મેળવ્યા છે. ૧૭.૦૧.૨૦૧૭ના જે લોકો સાક્ષી છે એમને ખબર છે. રાજકોટથી મા ખોડલની માતાજી મૂર્તિ પ્રસ્થાન કેશુભાઇ પટેલે કરાવ્યું હતું. અને કેશુબાપા મા ખોડલને લઈ આવ્યા હતા,લાખો લોકોને નિહાળીને મને ચિંતા થઈ હતી કે આટલી ભીડમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, પણ માતાજીની કૃપાથી કોઈ બનાવ બન્યો નહોતો.

Follow Me:

Related Posts