fbpx
ગુજરાત

રાજકોટનાં ઢસા ગામ નજીક ટ્રાફિક પોલીસ જવાનને એક ટ્રક ચાલકે અડફેટે લેતા મોત

ગઢડા તાલુકાના ઢસા ગામે આવેલા રાજકોટ ભાવનગર તરફના મુખ્ય હાઈવે ઉપર ટ્રક ચાલકે પૂરપાટ ઝડપે બેફીકરાઈથી ટ્રક ચલાવી ટ્રાફિક પોલીસ જવાનને અડફેટે લેતા ટ્રાફિક જવાનને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર બોટાદ જીલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અને સિહોર તાલુકાના ખારા ગામના વતની વાસુરભાઈ કલાભાઈ ડાંગર સવારે આશરે ૧૧.૩૦ કલાકે ઢસાનાં હાઈવે ટ્રાફિક વ્યવસ્થા માટે રાજકોટ – ભાવનગર તરફના મુખ્ય હાઈવે ઉપર ફરજ ઉપર ફરજ બજાવી રહયા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક નંબર જીજે ૧૦ એફ ૯૮૨૦ ના ચાલકે પૂરપાટ ઝડપે આવી ટ્રાફિક જવાનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન ટ્રાફિક જવાનને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવના પગલે ટ્રાફિક શાખાના સંદીપભાઈ પટેલે ટ્રક ચાલક વિરૂધ્ધ ધોરણસરની ફરીયાદ નોંધાવતા ઢસા પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts