રાજકોટનાં રહેવાસી માતાના મઢે દર્શને જતા વચ્ચે અકસ્માત થતાં એકનું મોત અને છ ઘાયલ
સાયલા તાલુકાનો રહેવાસી પરિવાર બોલેરોમાં માતાના મઢ દર્શન માટે જતો હતો. ત્યારે બોલેરોને બહાદુરગઢ ગામના પાટિયા નજીક ટેન્કર ચાલકે ઠોકર મારી હતી. જે અકસ્માતમાં દંપતી, માતા, તેમજ દીકરા-દીકરી સહિતના ૭ને ઈજા પહોંચી હતી. અને તે પૈકી ગંભીર ઈજાને પગલે બાળાનું મોત થયું હતું. સાયલા તાલુકાના ધારા ડુંગરી ગામના રહેવાસી રોહિતભાઈ વરસંગભાઈ ઉગ્રેજાએ ટેન્કર ટ્રક ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, તેઓ તેમની માતા રતનબેન, પત્ની કુમાંબેન, દીકરો ગણપત, નાના ભાઈ ચંદુભાઈના પત્ની રેવુબેન અને દીકરી અસ્મિતા તેમજ જાગૃતિ બધા બોલેરો ગાડી લઈને કચ્છ માતાના મઢ દર્શન માટે જતા હતા.
બોલેરો મોરબી માળિયા હાઈ-વે પર બહાદુરગઢ ગામના પાટિયા પાસે પહોંચતા રોડની કટ ઉપરથી બહાદુરગઢ જવા માટે એક ટેન્કર નીકળતા ટેન્કરે બોલેરોના આગળના મોરાના ભાગે ભટકતા કારમાં સવાર બધાને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી ટેન્કર મૂકી ચાલક નાસી ગયો હતો. અકસ્માતમાં ફરિયાદી રોહિતભાઈ, માતા, દીકરા અને દીકરી તેમજ ભાઈના પત્ની સહિત ૭ને ઈજા પહોંચતા મોરબી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. જયારે પુત્રી જાગૃતિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોય. જેથી વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જ્યાં દીકરી જાગૃતિ નું મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે ટેન્કર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.
Recent Comments