ગુજરાત

રાજકોટનાં લોકમેળામાં ૨ વર્ષની બાળકી સાથે દુષ્કર્મમહિલા તેની દેરાણીના ભાઈને પોતાની બાળકીને સાચવવા માટે સોંપીને ગઈ હતી

રાજકોટમાં નરાધમે એક માસૂમ બાળકીને પોતાની વિકૃતિનો શિકાર બનાવી છે. કોઠારીયા સોલ્વન્ટ ખાતે મજૂરી કામ કરતા મૂળ યુપીના હમીરપુર જિલ્લાનો પરિવાર તેમના સગા સંબંધીઓ સાથે રાજકોટના લોકમેળામાં ગત ૮ તારીખે સાંજે ફરવા ગયા હતા. જેમાં ભોગ બનનાર બાળકીના માતા પિતા અને અન્ય લોકોને ચકડોળમાં બેસવું હોવાથી ફરિયાદી મહિલા તેમની દીકરી નાની હોવાથી તેમની સાથે આવેલા તેની દેરાણીના ભાઈને પોતાની ૨ વર્ષની બાળકીને સાચવવા માટે સોંપીને ગયા હતા. પરંતુ આ નરાધમે બાળકી સાથે પોતે એકલો હોય બાળકીને તે ચકડોળથી થોડે દૂર લઈ જઈને બાળકી સાથે વિકૃત ભરેલું કૃત્ય કર્યું હતું.

બાળકીના માતા પિતા ચકડોળમાં બેસીને પરત આવ્યા ત્યારે આ નરાધમે જાણે કઈ બન્યું જ ન હોય તે રીતે બાળકીને પરત તેના માતા પિતાને સોંપી હતી. પરંતુ બાળકીને ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાથી બાળકી રડતા તેના માતાપિતાને બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળતું હોવાનું ધ્યાને આવ્યું. પોતાની માત્ર ૨ વર્ષની બાળકીના ગુપ્ત ભાગે આ પ્રકારની ઇજની જાણ થતાં તેના માતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. બાળકીને તેઓએ તાત્કાલિક સારવાર માટે સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં બાળકી સાથે આ દુષ્કૃત્ય થયું હોવાનુ સામે આવ્યું હતું. બાળકીના ગુપ્ત ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી બાળકી છેલ્લા ૨ દિવસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Related Posts