fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના આઇએમએના પ્રમુખ પ્રફુલ કમાણીએ ચિંતા વ્યક્ત કરી. ત્રીજી લહેરમાં માત્ર ઘર પરિવાર જ નહીં આખી શેરી અને એપાર્ટમેન્ટ સંક્રમિત થશે

કોરોનાની ત્રીજી લહેરને લઈને રાજકોટના આઇએમએના પ્રમુખ પ્રફુલ કમાણીએ ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું છે કે, ‘ત્રીજી લહેર આવવાની પૂરેપૂરી શક્યતા છે અને ત્રીજી લહેરમાં માત્ર ઘર પરિવાર જ નહીં પરંતુ આખી શેરી અને આખોય એપાર્ટમેન્ટ સંક્રમિત થશે. દરિયામાં મોજા આવે છે તેમ આ ત્રીજી લહેર આવશે.

પ્રફુલ કમાણીના મતે બાળકોને વધુ ચેપ લાગશે અને તમામ લોકો વેક્સિન લે અને સતર્કતા રાખે તેવી પણ અપીલ કરી છે. તેઓએ ૨૦૨૨ સુધી કોઈ માસ્ક ન છોડે. આ સાથે જ વાર તહેવારે ખોટા મેળાવડા ન થાય તેવી પણ અપીલ કરી છે. પ્રફુલ કમાણીએ વેક્સિનેશનનું મહત્વ આપતા કહ્યું કે, ‘જેઓએ વેક્સિન લીધી છે તેઓ ઓછાં સંક્રમિત થયા છે અને મૃત્યુદર પણ ઓછો થયો છે.’

ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ ઇન્ડિયન મેડિકલ અસોસિએશને પણ લોકોને ટોળે ન વળવાની સલાહ આપી છે. આ સાથે જ નિયમોના યોગ્ય પાલન માટે રાજ્યોને કહ્યું છે.

કેન્દ્ર સરકારે પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, પર્યટન સૃથળો, માર્કેટ વગેરે સૃથળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા છે. આ પ્રકારની ભીડથી જ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ વધુ રહેલી છે.

ઇન્ડિયન મેડિકલ અસોસિએશને કહ્યું હતું કે તહેવારો, ધાર્મિક કાર્યક્રમ, પર્યટન સૃથળો વગેરે મહત્વના છે પણ હાલ જે રીતે લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ રહ્યા છે તે જાેતા લાગી રહ્યું છે કે તેઓને કારણે પણ કોરોનાની ત્રીજી લહેર દેશમાં આવી શકે છે અને તેઓ સુપર સ્પ્રેડર બની શકે છે.

ઇન્ડિયન મેડિકલ અસોસિએશને દરેક રાજ્યોને અપીલ કરી છે કે તે તાત્કાલીક જાહેર કાર્યક્રમમોમાં એકઠા થવા પર કાબુ મેળવી લે નહીં તો ત્રીજી લહેર આવી શકે છે.

Follow Me:

Related Posts