રાજકોટનો ચર્ચાપદ કેસ ઈન્કમટેફ વિભાગ દ્વારા પાડવામાં આવેલ આરકે ગ્રુપના દરોડામાં પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રૂ.૩૦૦ કરોડથી વધારેની ચોરીની આશંકા છે.જેની સામે રૂ.૩૫૦ કરોડની કરચોરીની આશંકા સ્પષ્ટ થઈ છે. આ અંગેના એક વ્યવહારનો પણ ખુલાસો કરાયો છે. જ્યારે એક કિસ્સામાં રૂ.૧૫૪ કરોડની જમીન ખરીદીમાં રૂ.૧૪૪ કરોડના રોકડ વ્યવહારો કરવામાં આવ્યા હતા. જ્યારે આ સમગ્ર વિગત સામે આવી ત્યારે ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ થોડા સમય માટે ચોંકી ગયા હતા. શરૂઆતથી જ આ દરોડના ઑપરેશનમાં ચુપકીદી રાખવામાં આવી રહી છે. આ સમગ્ર કેસની ચર્ચા આખા રાજકોટમાં થઈ રહી છે. જાેકે, ગ્રૂપના બીજા ક્યા વ્યવહારો હતા એ અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.રાજકોટ શહેરમાં મોટ કદના ગણાતા રીયલ એસ્ટેટ ગ્રૂપ ઇદ્ભ બિલ્ડર ગ્રૂપ પર ઈન્કમટેક્સ વિભાગના મેગા દરોડા ઑરેશનમાં હજું મોટી રકમ સામે આવે એવા એંઘાણ હતા. ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા દરમિયાન ૨૫ બેંક લોકર સીલ મારી દીધા હતા.
જેમાંથી એક ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સહકારી બેન્ક બ્રાંચનું લોકર ખોલાતા રૂ.૩ કરોડની રકમ મળી આવી હતી. એ પછી વધુ એક લોકરમાંથી રૂ.૨ કરોડનું સોનું મળી આવ્યું છે. જ્યારે ઈન્કમટેક્સ વિભાગે આ મામલે દરોડા પડ્યા ત્યારે રૂ. ૩૦૦ કરોડથી વધારે બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા હતા. આ દરમિયાન ૨૧ દિવસ પહેલા એક લોકરમાંથી રૂ.૩ કરોડ સિવાય પણ કેટલીક મોંઘી ચીજવસ્તુઓ મળી આવી હતી. જ્યારે બીજા લોકરમાંથી રૂ.૨ કરોડની રકમની જ્વેલરી મળી આવી છે. આ અંગે હવે વધુ તપાસ ઈન્કમટેક્સ વિભાગે શરૂ કરી છે. કુલ ૪૦ સ્થળો પર દરોડા પાડીને ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ. ઈન્કમટેક્સ વિભાગે રૂ.૪૦ કરોડની રકમ જપ્ત કરી હતી. એમાં હવે વધારાના રૂ.૩ કરોડનો ઉમેરો થયો છે.
આ સિવાય રોકડ, ઝવેરાત, તેમજ બિન હિસાબી કેટલાક વ્યવહારોના દસ્તાવેજ મળી આવતા રકમ મોટી થશે એવી અધિકારીઓને આશંકા હતી. પણ જ્યારે લોકર ખૂલ્યા ત્યારે ઈન્કમટેક્સ વિભાગ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. ઈન્કમટેક્સ વિભાગના સુત્રોમાંથી વિગત મળી હતી કે, અગાઉથી જ એવો આદેશ હતો કે, દરોડ દરમિયાન સીલ કરવામાં આવેલા લોકરને વારાફરતી ખોલવામાં આવશે. આ અંગે એક ચોક્કસ નિયમ અનુસાર પ્રક્રિયાનું પાલન કરાશે. અધિકારીઓને એવી આશંકા હતી કે કોઈ મોટી રકમ મળવાની છે. ચાર દિવસ કરતા વધુ સમય સુધી યથાવત રહેલી દરોડાની કાર્યવાહી દરમિયાન કુલ ૬.૪૦ કરોડની રોકડ, ૧.૮૦ કરોડના દાગીના ઉપરાંત થોકબંધ દસ્તાવેજાે કબ્જે કરવામાં આવ્યા હતા.
Recent Comments