ગુજરાત

રાજકોટના એડવોકેટે સાળંગપુર મંદિરનાં વિવાદને લઈને ટ્રસ્ટને નોટિસ આપી

છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં આવેલા ભીંત ચિત્રો પર વિવાદ ચાલી રહ્યો છે. ત્યાં આ ભીંતચિત્રને દૂર કરવા માટે નોટિસઆપવામાં આવી છે. રાજકોટના એડવોકેટ રવિ રાઠોડ દ્વારા મંદિર ટ્રસ્ટને નોટિસ આપવામાં આવી છે. આ સાથે જ તેમણે વિવાદાસ્પદ ચિત્રોને દૂર કરવા સાળંગપુર મંદિર, સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, મ્છઁજી મંદિર કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર વડતાલ, પોઇચા સહિતના મંદિરને નોટિસ આપી છે. સાળંગપુર બાદ વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજી ની મૂર્તિને લઈ વિવાદ સામે આવ્યો છે.

કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પણ હનુમાનજી ની મૂર્તિ મુકાઈ છે.જે મૂર્તિમાં હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવા એંગલ માં મૂર્તિ મુકાઈ છે. સાળંગપુર બાદ કુંડળ ખાતે પણ હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદર કરતા દર્શાવવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યુ છે. કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે બનાવાયેલ બગીચામાં આ પ્રકારે ઉલ્લેખ સાથેની મૂર્તિ મુકવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. આ મંદિર વડોદરાના કારેલીબાગ સંચાલિત છે.

તો થોડા દિવસ અગાઉ મોરારી બાપુએ પોતાની કથામાં સાળંગપુર હનુમાનજી મહારાજની મૂર્તિને લઈને સર્જાયેલા વિવાદ પર ટિપ્પણી કરી હતી. જેમાં તેઓએ મૌન ધારણ કરીને બેઠેલા લોકોને મૌન તોડવા માટે અપીલ કરી હતી. તેમની સાથે અનેક સનાતન ધર્મના સાધુ સંતોએ પણ આ બાબતે રોષ વ્યક્ત કર્યો છે. તો જ્યોર્તિનાથ મહારાજે કાર્યવાહીની માગ કરી છે. બોટાદના સાળંગપુરમાં આવેલ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાની નિચે ભિંત ચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનને વંદન કરતા દર્શાવ્યા છે. આમ હનુમાનજી દાદાનુ અપમાન સર્જાયાનો વિરોધ શરુ થયો છે. ભીંત ચિંત્રોની તસ્વીરો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ છે. સાથે જ વિરોધમાં લખાણ પણ લખીને હવે વિરોધ દર્શાવવામાં આવે છે. હનુમાનજીને નિચે દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એવો વિરોધ વ્યાપ્યો છે.

Related Posts