રાજકોટ,અયોધ્યા પ્રભુ શ્રી રામને આવકારવા સજીને તૈયાર છે. શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યામાં વિવિધ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં ૫ દિવસ માટે કલા સંસ્કૃતિ મહાકુંભ યોજાયો છે.જેમાં રાજકોટના કલાકારની પાણીમાં બનાવેલી અનોખી રંગોળી ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.દેશભરમાંથી ખ્યાતનામ કલાકારોને પોતાની કલા દર્શાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
જેમાં રાજકોટના પ્રદીપ દવેને પણ આમંત્રિત કરાયા હતા.જ્યાં તેમણે પોતાની અદભૂત કલાનું પ્રદર્શન કર્યું છે.તેમની આ અદભૂત કલા બદલ તેમને અયોધ્યા કલા રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.પાણીમાં રામલલ્લા અને અયોધ્યાની એકદમ અનોખી રંગોળી જાેઈને ત્યાંના સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થયા હતા.
Recent Comments