રાજકોટના કિન્નરોએ પણ વેક્સીન લઈ સમાજને આપ્યો એક આગવો સંદેશ
કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી વેક્સીન લેવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારદ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. હાલ કોરોના વેક્સીનેસન કામગીરીમાં ૧૮ થી ૪૪ તથા ૪૫ થી મોટી ઉંમરના લોકોની રસીકરણ પુરજાેશમાં ચાલી રહ્યું છે. જેમાં રાજકોટ શહેરના કિન્નરોએ પણ વેક્સીન લઈ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. આજે તા. ૧૦-૦૬-૨૦૨૧ ના રોજ ૭૦ થી વધુ કોન્નારોએ કોરોના સામેની વેક્સીન મુકાવી હતી.
વેક્સીનેસન કાર્યક્રમ ટ્રાન્સજેન્ડરના સહયોગથી તેમજ લક્ષ્ય સંસ્થા અને સામાજિક સુરક્ષા વિભાગના સહકારથી નવયુગ શાળા ખાતે ૭૦ થી વધુ ટ્રાન્સજેન્ડર લોકોએ કોરોના રસી લીધી હતી. રાજકોટ મહાનગરપાલિકાના અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર દ્વારા વેક્સીનેસનની કામગીરીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.કિન્નર લોકોએ વેક્સીનેસન કામગીરીમાં સહભાગી બન્યા હતા અને અન્ય લોકોને પણ વેક્સન લેવા અનુરોધ કરી સમાજને એક આગવો સંદેશ આપ્યો હતો.
રાજકોટ શહેરમાં આજે તા. ૧૦/૦૬/૨૦૨૧ ના રોજ બપોરે ૦૧ઃ૦૦ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના કુલ ૪૦૧૯ અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના કુલ ૧૪૩૩ સહિત કુલ ૫૪૫૨ નાગરિકોએ રસી લીધી હતી.
Recent Comments